દ્વારકામાં યુવાન ઉપર હુમલો: ચાર સામે ફરિયાદ

  • May 08, 2021 10:24 AM 

દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં રહેતા અયુબ મુસા ભેસલિયા નામના 26 વર્ષીય માછીમાર યુવાન સાથે આ જ વિસ્તારમાં રહેતા આદમ જુમાભાઈ લુચાણી, હુશેન આદમ લુચાણી, જીલાની આદમ લુચાણી અને આદમના પુત્ર મળી કુલ ચાર શખ્સોએ બિભત્સ ગાળો કાઢી, ઢીકાપાટુનો માર મારી, લોખંડના પાઇપ વડે હુમલો કરી, ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચાડી હોવાની ધોરણસર ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

ફરિયાદી તથા આરોપીઓ બાજુ- બાજુમાં રહેતા હોય, આરોપીના રહેણાંક મકાનની ગટરનું પાણી ફરિયાદીના ફળિયામાં થઈને દરવાજામાં આવતું હોવાથી આ બાબતે થયેલી બોલાચાલી બાદ ઉપરોકત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 323, 324, 325, 504, 114 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS