અધિકારીની ફરજમાં અડચણ ઉભી કર્યાની પોલીસમાં અરજી
જામનગરમાં રાધાકૃષ્ણ પાર્ક સોસાયટી વિસ્તારમાં વિજ બીલના બાકી નાણા ભરતા ન હોવાથી જોડાણ કટ કરવા માટે ટીમ જતા ગ્રાહકે બબાલ કરી હતી, આ મામલે પોલીસમાં લેખીત અરજી આપવામાં આવી છે.
જાણવા મળતી વિગત મુજબ પીજીવીસીએલના મહિલા જુ. ઇજનેર દ્વારા પોતાની તેમજ સ્ટાફની ફરજમાં અડચણ ઉભી કરવા મામલે એક વિજ ગ્રાહક સામે પગલા લેવા પોલીસ સમક્ષ અરજી આપવામાં આવી છે. વિગત મુજબ જામનગર પીજીવીસીએલના દરબારગઢ પેટા વિભાગની કચેરીના જુ. ઇજનેર કોમલબેન, જુ.આસી. બકરાણીયા તથા આસી. લાઇનમેન ચંદ્રપાલ વિગેરે રાધાકૃષ્ણ પાર્ક વિસ્તારમાં વિજ બીલના બાકી રોકાતા નાણાની વસુલાત તેમજ ડીશકનેકશનની કાર્યવાહી માટે ગયા હતા દરમ્યાન વિજ ગ્રાહકે ટુકડી સાથે બબાલ કરી હતી અને વાણી વિલાસ કર્યો હતો. નાણા ભરપાઇ કર્યા ન હતા દરમ્યાન આ મામલે પોલીસમાં અરજી આપવામાં આવી છે.
***
બેડી ગરીબ નગરમાં જુની અદાવતના કારણે યુવાન પર હુમલો
જામનગરમાં બેડી ગરીબનગર વિસ્તારમાં રહેતા એક યુવાન પર જુની અદાવતનું મન દુ:ખ રાખીને ચાર શખ્સો એ લાકડાના ધોકા વડે હુમલો કરી ઇજા પહોચાડી હતી, આ બનાવ અંગે આ વિસ્તારમાં રહેતા ચાર શખ્સ સામે ફરીયાદ કરવામાં આવી છે.
જામનગરમાં ગરીબ નગર પાણાખાણ વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા હાસમ કાસમભાઈ સાંઘાણી નામના ૩૫ વર્ષના યુવાન પર જૂની અદાવત નું મન દુ:ખ રાખીને ગત તા. ૧૬ના રોજ પાણાખાણ વિસ્તારમાં જુસબ ઘોડાવાળા, જાવેદ જુસબ, ઝાકીર જુસબ અને ઈમ્તિયાઝ જુસબએ લાકડાના ધોકા, ધારીયા વગેરે હથિયાર વડે હુમલો કરી માથું ફોડી નાખવા અંગેની ફરિયાદ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવાઇ છે. જ્યારે યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોલીસ ભરતીમાં બોગસ ઉમેદવારનો પર્દાફાશ: મહેસાણામાં બનાવટી કોલલેટર સાથે યુવક ઝડપાયો
January 23, 2025 09:10 PMરાજકોટના જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી દ્વારા અરજી બે દિવસીય નિકાલ ઝુંબેશ સફળ
January 23, 2025 07:23 PMગુજરાતમાં આ વર્ષે આટલા લાખ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા...આંકડા જાહેર
January 23, 2025 07:21 PMથાઈલેન્ડમાં સમલૈંગિક લગ્નનો કાયદો લાગુ, સમલૈંગિક યુગલો લગ્નગ્રંથિથી જોડાયા, એશિયાનો ત્રીજો દેશ બન્યો
January 23, 2025 07:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech