ચંદ્રાવાડા ગામે જૂના મનદુઃખ રાખી બે ભાઈઓ ઉપર હુમલો: બે સામે ફરિયાદ

  • May 17, 2021 10:56 AM 

કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડા ગામે રહેતા વેજાભાઈ ભીખુભાઈ મોઢવાડીયા તથા વણઘાભાઇ વીસુભાઈ મોઢવાડિયા નામના બે શખ્સો દ્વારા પોરબંદર તાબેના બરાખલા ખાતે રહેતા આશિષ દેવશીભાઈ ઓડેદરા નામના 30 વર્ષિય યુવાન તથા તેમના ભાઈ સંજયભાઈને બિભત્સ ગાળો કાઢી, ઢિકા-પાટુનો માર માર્યો હતો. આટલું જ નહીં, આરોપી શખ્સ દ્વારા તેમની પાસે રહેલો બંદૂકના જોટાના કુંદાનો ઘા માથા પર ફટકારી દેતાં તમને લોહીલુહાણ હાલતમાં સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી. ફરિયાદી આશિષભાઈના ચંદ્રાવાડા ગામે રહેતા મામા સામતભાઈ સાથે અગાઉ આરોપીઓને થયેલા ઝઘડાનું મનદુઃખ રાખી આ બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસે વેજાભાઈ તથા વણઘાભાઇ સામે આઈ. કલમ 323, 324, 504 તથા 506 (2) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી સ્થાનિક પી.એસ.આઈ. એફ.બી. ગાગનીયા દ્વારા હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચંદ્રાવાડા ગામના વેજાભાઈએ પણ બે દિવસ પૂર્વે સામાપક્ષે ત્રણ અજાણ્યા સહિત છ શખ્સો સામે ધાડ સહિતની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS