ફળિયામાં ચાલવા બાબતે બોડકી ગામના પરિવારજનો ઉપર હુમલો: અડધો ડઝન શખ્સો સામે ફરિયાદ

  • December 09, 2023 12:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાણવડ તાલુકાના બોડકી ગામે રહેતા ગોગનભાઈ વીરાભાઈ ભાંભણા નામના ૫૮ વર્ષના આધેડએ જામ રોજીવાડા ગામના લાખા માલદેભાઈ પાથરને પોતાની વાડીના રસ્તે તથા ફળિયામાંથી ચાલવાની ના પાડતા આ બાબતનો ખાર રાખીને આરોપી લાખા પાથર સાથે આવેલા જયમલ લાખા પાથર, જીગ્નેશ લાખા પાથર, કેતન બાબુભાઈ પાથર અને ફોટડી ગામના પરબત સામત ચૌહાણ ઉપરાંત અન્ય એક અજાણ્યા શખ્સ મળી કુલ છ શખ્સોએ ફરિયાદી ગોગનભાઈના ઘરમાં અપપ્રવેશ કરીને ગોગનભાઈ ઉપરાંત તેમના પુત્ર સુરેશ અને મનહર તેમજ તેમના પત્ની ઉપર લોખંડના પાવડા, લોખંડના પાઇપ, લાકડી તથા કોદારી વડે હુમલો કરી, ઇજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર બનાવ અંગે પોલીસે આઈપીસી કલમ ૩૨૫, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૪૫૨, ૩૪, ૧૧૪ તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application