પાઇપ અને પરાઇથી માર માર્યો : મહિલા સહિત ચાર સામે ફરીયાદ
જામનગરના બેડીમાં દિવાલ બનાવવાના મામલે પાડોશીઓ વચ્ચે બબાલ થઇ હતી જેમાં મહિલા તેના પતિ અને પુત્ર પર પાઇપ તથા પરાઇથી હુમલો કરી ઇજા કર્યાની તેમજ ધમકી દીધાની ચાર સામે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે.
જામનગરના બેડી નુરાની ચોકમાં રહેતા જરીનાબેન અબ્બાસ આમદ ભડાલા (ઉ.વ.૫૦) નામના મહિલાના દિયરનું મકાન આરોપી શબીર જુસબે લીધુ હોય અને જે મકાનમાં જુની દિવાલ પાડી નવી દિવાલ બનાવતા હોય જે દિવાલ ફરીયાદીને નડતરરુપ હોય જેથી દિવાલ બનાવવાની ના પાડી હતી.
દરમ્યાનમાં આ મામલે આરોપીઓ ભેગા મળી અપશબ્દો બોલી ઉશ્કેરાઇ જઇ પાઇપ વડે હુમલો કરીને જરીનાબેનને માથા અને આંખના ભાગે ઇજા કરી હતી તેમજ લોખંડની પરાઇથી હુમલો કરી ફરીયાદીના પતિ તથા દિકરાને માથાના ભાગે ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી.
ઇજાગ્રસ્તોને સારવાર માટે જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે, બનાવની જાણ થતા પોલીસ ટુકડી દોડી ગઇ હતી દરમ્યાન જરીનાબેન દ્વારા આ બનાવ અંગે બેડી મરીન પોલીસમાં બેડી ખાતે રહેતા શબીર જુસબ ચૌહાણ, ઇકબાલ ઇબ્રાહીમ કકકલ, સિકંદર જુસબ ચૌહાણ તથા શરીફા જુસબ ચૌહાણની વિરુઘ્ધ જુદી જુદી કલમ મુજબ ફરીયાદ નોંધાવી હતી.
***
મીઠાપુરમાં છરી સાથે નીકળેલો શખ્સ ઝબ્બે
મીઠાપુર તાબેના મોજપ ગામે રહેતા નંઢાભા સવજાભા કુંભાણી નામના ૩૫ વર્ષના શખ્સને સ્થાનિક પોલીસે મોડી રાત્રિના સમયે સત્યમ ટોકીઝ પાસેથી છરી સાથે નીકળતા ઝડપી લઇ, તેની સામે જી.પી. એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ કાર્યવાહી કરી હતી. મીઠાપુરના આરંભડા વિસ્તારમાંથી પોલીસે ઓખાના જુબેર જુમા થૈયમ (ઉ.વ. ૨૨) નામના ભડાલા મુસ્લિમ શખ્સને રાત્રીના સમયે જાહેરમાં લપાતો છુપાતો દુકાનોના તાળા તપાસતા ઝડપી લઇ, તેની સામે જી.પી. એક્ટની કલમ ૧૨૨ (સી) હેઠળ ગુનો નોંધ્યો હતો.
***
જામનગરમાં વિપ્ર યુવાન પર હુમલો કરાતા નાકમાં ઇજા
જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાં રહેતા સચિન રાજુભાઈ જોશી નામના ૧૮ વર્ષના યુવાને રાંદલનગરમાંરહેતા નિઝામ સફિયા નામના શખ્સ સામે પોતાના નાક પર હુમલો કરી લોહી લુહાણ કરી નાખવા અંગેની ફરિયાદ સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.
આરોપીએ ફરીયાદી યુવાનને રીક્ષા સ્ટેન્ડ પાસે રોકીને કહ્યું હતું, કે તું મારી કુટુંબી બેન સાથે શું કામ વાતચીત કરે છે, અને હવે જો વાતચીત કરશે, તો તને પતાવી નાખીશ તેમ કહી હુમલો કર્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
***
ઇશ્ર્વરીયામાં ખેડૂ પર ભૂંડનો હુમલો
ઇશ્ર્વરીયા ગામના ખેડૂત અરજણભાઇ રામાભાઇ બડીયાવદરા પોતાની વાડીમાં ઢોરને નાખવાનો ચારો મકાઇ વાઢવા જતા જંગલી ભુંડે જીવલેણ હુમલો કરતા સાથળમાં ઇજા અને પેટના આતરડા બહાર આવી જતા જામનગર ખાતે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech