જામજોધપુરના જામવાડીમાં તપાસમાં ગયેલા પોલીસ પર હુમલો

  • May 26, 2021 11:20 AM 

પંચ સાથે મકાનની ઝડતી કાર્યવાહીમાં મહિલાઓ સહિતના વિફર્યા: ત્રણ સામે ફરિયાદ: ભારે ચકચાર

જામજોધપુર જામવાડીના જાપા પાસે આરોપીના મકાનની પંચો સાથે ઝડતી તપાસ કરવા ગયેલી પોલીસની ફરજમાં અડચણ ઉભી કરી ધક્કામૂકી કરી પોલીસ પર હુમલો કરવા અંગે મહિલા સહિત ત્રણ સામે ગુનો દાખલ કરવામાં આવતા ચકચાર મચી છે. ફરિયાદ આધારે પોલીસ દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે

જાણવા મળતી વિગત મુજબ, જામજોધપુર પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં અનોપસિંહ ભીખુભા જાડેજા દ્વારા ગઈકાલે જામજોધપુર પોલીસમાં જામવાડીના જાપા પાસે આબલી ફળિમાં રહેતા ભૂરા અલી રાવકરડા ઉમર વર્ષ 60, અનિફાબેન ભૂરા રાવકરડા ઉ.વ. 47 અને રેશ્માબેન ભૂરા રાવકરડા ઉ.વ. ૩૦ ની સામે આઇપીસી કલમ 353, 186,114 મુજબ ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈકાલે જામવાળીના જાપા પાસે આરોપીઓના ઘરે પોલીસ પોતાની ફરજ દરમિયાન પ્રૌહી કલમ 120 મુજબના ઠરાવની સમજ કરી અત્રે પોલીસ સ્ટેશનના ગુનાના આરોપી આસિફ ભૂરા રાવકરડા તથા પંચોને સાથે રાખી મકાનની ઝડતી તપાસ કરવા ગયા હતા.

ઝડતી તપાસ કરવા જતા આરોપીઓએ રાજ્ય સેવક પોલીસને જેમતેમ અપશબ્દો બોલી અને પોલીસ સાથે ઝપાઝપી તથા ધક્કામુક્કી કરીને પોલીસ પર હુમલો કરીને ગુનાહિત બળપ્રયોગ થકી કાયદેસરની ફરજ બજાવવામાં અડચણ ઉભી કરી એકબીજાને મદદગારી કરી ગુનો કર્યો હતો. બનાવ પગલે જામવાળી વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી ફરિયાદના આધારે આગળની તપાસ પીઆઈ સવસેટા દ્વારા ચલાવવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જામજોધપુર વિસ્તારમાં મુકવું એરિયામાં દારૂના વેચાણ અંગેની અવરજવર ફરિયાદો ઉઠતી રહે છે દરમિયાનમાં ગઈકાલે પોલીસ પર હુમલો થયાનું બહાર આવતા પોલીસ દ્વારા આ દિશામાં કડક પગલાની કાર્યવાહી હાથ ધરી છે.

જામજોધપુરના કબ્રસ્તાન પાસે ગઇકાલે જામવાડી ઝાપા પાસે રહેતા આશિફ ભુરા રાઉકરડા (ઉ.વ. ર9) ને અંગ્રેજી શરાબની બોટલ તથા એક મોબાઇલ તથા આશરે ર00 મીલી ભરેલ બોટલ મળી કુલ પ700 ના મુદ્દામાલ સાથે પોલીસે પકડી પાડી પ્રોહી. એકટ મુજબ ફરિયાદ નોંધી હતી, દરમ્યાનમાં પોલીસ દ્વારા આશિફના મકાનની જડતી કાર્યવાહી કરવા જતાં ઉપરોક્ત બનાવ બન્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)