જામજોધપુરના ઝીણાવાડીમાં જમીનના મામલે વૃદ્ધ પર હુમલો

  • August 05, 2021 11:06 AM 

આરોપીઓએ અવાર-નવાર બોલાચાલી કરી ધોકા, ઢીંકાપાટુનો માર માર્યો

જામજોધપુર તાલુકાના જીણાવારી વિસ્તારમાં ખેડૂત ની વાડી ખાતે ધસી ગયેલા શખ્સોએ ધોકા અને ઢીકા પાટુ વડે વૃદ્ધને માર મારીને ધમકી દીધાની ફરિયાદ ચાર સામે દાખલ થઇ છે. જમીન બાબતે આરોપીઓએ વારંવાર બોલાચાલી કરીને વૃદ્ધને માર મારવામાં આવ્યો હોવાનું પોલીસ ચોપડે જાહેર થયું છે.

જામજોધપુર તાલુકાના જીણાવારી ગામમાં રહેતા અને મૂળ જૂનાગઢના દોલતપુરા શાંતેશ્વર સોસાયટી ના વતની પરબતભાઈ વેજાભાઈ સોલંકી ઉંમર વર્ષ 55 નામના વૃદ્ધની જીણાવારી ગામ ખાતે જમીન આવેલ હોય તે જમીન બાબતે આરોપી રમેશે ફરિયાદી સાથે વારંવાર બોલાચાલી કરતા હોય દરમિયાનમાં ગઈકાલે ઝીણાવાડી ખાતે આરોપી રમેશ અને હરૂ બને પરબતભાઈ પાસે આવીને અપશબ્દો બોલી ઢીકાપાટુનો અને ધોકા વડે માર મારીને ઈજા પહોંચાડી હતી.

તેમજ અન્ય આરોપીઓએ કુહાડીના હાથાના એક્ ધા કપાળના ભાગે ઝીંકી દીધો હતો અને ધોકા વડે સામાન્ય મૂઢ ઈજા પહોંચાડીને જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી જાહેરનામા હથિયારબંધીનો ભંગ કર્યો હતો.

પરબતભાઈ દ્વારા આ બનાવ અંગે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં જીણાવારી ગામના રમેશ જેસા સોલંકી, હરેશ ઉર્ફે હરૂ જેસા સોલંકી, ગગુડીયો રમેશ સોલંકી, જાજીબેન જેસા સોલંકીની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS