સિક્કામાં વાહન ચલાવવાના પ્રશ્ને સસરા-પુત્રવધુ પર હુમલો: ચાર સામે ફરિયાદ

  • June 05, 2023 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર તાલુકાના સિક્કા ગામમાં રહેતી એક મહિલા અને તેના સસરા ઉપર વાહન ફૂલ સ્પીડમાં ચલાવવા અંગેની તકરારમાં બેટ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખવા અંગે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
જામનગર તાલુકાના સિક્કા ગામમાં રહેતી, અને સિલાઈ કામ કરતી શેરબાનું શોકતભાઈ કુંગડા નામની ૩૬ વર્ષની વાઘેર મહીલાએ પોતાના ઉપર તેમજ પોતાના સસરા નૂરમહંમદભાઈ કુંગડા ઉપર લાકડાના બેટ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખવા અંગે પોતાના પાડોશમાં રહેતા સાજીદ જુસબભાઈ સુંભણીયા, સાહિલ જુસબ સુંભણીયા, અકબર પાલાણી, અને સોહિલ રહે બધા સિકકા શ્રીજી કોલોની  ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે, જ્યારે ઇજાગ્રસ્ત મહિલાને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદીના ઘર પાસેથી આરોપી ફૂલ સ્પીડમાં બાઈક ચલાવતો હોવાથી ત્યાં હાજર રહેલી શેરબાનુ તથા તેના સસરા નૂરમહંમદભાઈએ બાઈક ચાલકને ઠપકો આપ્યો હતો. જેથી માઠું લાગી આવતાં હુમલો કર્યો હતો તેમજ તેણીના વાળ પકડીને ઢસડી હતી અને જતા જતા આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી એવી વિગતો પોલીસમાં જાહેર કરાઇ છે. જે ચારેય આરોપીઓને સિક્કા પોલીસ શોધી રહી છે.
**
આરંભડાનો વૃદ્ધ છરી સાથે ઝબ્બે
ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા ગામે રહેતા છગનભાઈ રામજીભાઈ કંસારા નામના ૬૧ વર્ષના કુંભાર વૃદ્ધને સ્થાનિક પોલીસે છરી સાથે નીકળતા ઝડપી લઇ, તેની સામે જી.પી. એક્ટની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application