ભાવનગર શહેરના કુંભારવાડા ખાર વિસ્તારમાં મંદિરની દીવાલ બનાવવા મામલે પિતા-પુત્રો પર સાથ શખ્સોએ હુમલો કરાયો હતો. ઘર પાસે મંદિર બનવતા હોય તેની દીવાલ નહી ચણવાનું કહી અને ઉશ્કેરાઈ જઈ સાથ શખ્સોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પિતા પુત્રને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જે મામલે બોરતળાવ પોલીસમાં ફરિયાદ નોંધવાઇ હતી.
આ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથક ખાતેથી જાણવા મળતી માહિતી અનુસાર બોરતળાવ પોલીસ મથક ખાતે શિવરાજ રાજેન્દ્રભાઈ ઉર્ફે મુન્નાભાઈ ચૌહાણ (ઉ.વ.૨૨, ધંધો.વેપાર ૨હે. કુંભારવાડા ખાર વિસ્તાર બજરંગનગર શેરીનંબર, ૨ રામાપીરના મંદિર પાસે)એ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલ તા-૧૦/૦૪/૨૦૨૪ ના રોજ રાત્રિના આશરે ૯:૪૫ વાગ્યે ફરિયાદી શિવરાજના ઘરની સામે રહેતા ઉમિયા શંકર યાદવ તથા તેમનો મોટો દીકરો તથા તેમનો ભત્રીજો તેઓ શિવરાજની દુકાન પાસે આવેલા અને કહેલ કે તમો કેમ અહીં ઘરની બાજુમાં મંદિર બનાવો છો તે જગ્યા અમારી છે. તેમ કહી જેમ ફાવે તેમ ગાળો આપવા લાગેલ જેથી તેઓ કાંઈ બોલેલ નહીં અને બાદમાં ઢીકા પાટુનો માર મારી આ લોકો જતા રહેલ જેથી આ વાત યુવાને તેના પિતાને તથા ભાઈ દેવરાજને કરી હતી. અને બધા દુકાને હાજર હતા. તે વખતે આશરે અગિયારેક વાગ્યે કુંભારવાડા અપનાનગરમાં રહેતા કપિલ ભુપતભાઈ તથા રાકેશ કુંભાર તથા પરેશ પરમાર તથા પરેશ મકવાણા ત્યાં દોડી આવી અને યુવાનના પિતાને કહેલ કે આ તમે મંદિરની દિવાલ પાડી દેજો નહિતર મજા નહીં આવે તેમ કહેતા આ રાકેશ કુંભારના હાથમાં લોખંડ lનો પાઈપ હોય તથા પરેશ પરમારના હાથમાં લાકડી હોય જે બંને પાઈપ તથા લાકડી વડે મને તથા રાજેન્દ્રભાઈ તથા દેવરાજભાઈને આડેધડ ઘા મારવા લાગેલ તે દરમિયાન પરેશ મકવાણા તથા કપિલ ભુપતભાઈ પણ ત્યાં આવી ઢીકા પાટુનો માર મારવા લાગેલ જેથી ત્રણેયએ દેકારો કરવા લાગતા બાજુમાં રહેતા ક્રિશ મોહન વચ્ચે પડતા તેઓને પણ ઢીકા પાટુનો મુંઢ માર મારવા લાગેલ ત્યારબાદ હુમલો.કરનાર ત્યાંથી નાસી ગયા હતા. અને જતા જતા કહેતા ગયેલ કે આજે તો તને જવા દઉં છું હવે જો આ દિવાલ ચણશો તો તમો બધાને જાનાથી મારી નાખીશું તેમ કહી ધમકી.આપી ચાલ્યા ગયા હતા. મારામારીની ઘટનામાં રાજેન્દ્રભાઈ તથા દેવરાજભાઈને ગંભીર ઈજાઓ.પહોંચતા લોહી નીકળતું હોય જેથી ૧૦૮ એબ્યુલન્સમાં હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવને મામલે ઈજાગ્રસ્તના પુત્ર દ્વારા બોરતળાવ પોલીસમાં સાત શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૨૩,૩૨૪,૫૦૪,૫૦૬(૨),૧૧૪ અને જીપીએ કલમ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech