કલ્યાણપુર તાલુકાના બાકોડી ગામે રહેતા ધાનાભાઈ હરદાસભાઈ ગોજીયા નામના 60 વર્ષના આહીર વૃદ્ધનો પૌત્ર તેમના ઘર નજીક રમતો હતો. ત્યારે આ જ ગામનો કાના ડોસાભાઈ પરમાર નામનો શખ્સ અહીંથી પૂરઝડપે મોટરસાયકલ પર નીકળતા અહીં રહેલા બાળકના દાદા ધાનાભાઈ ગોજીયાએ આરોપી કાનાભાઈને મોટરસાયકલ ધીમે ચલાવવાનું કહેતા આનાથી ઉશ્કેરાયેલા કાના પરમારે ફરિયાદી ધાનાભાઈને બીભત્સ ગાળો કાઢી, ઝપાઝપી કરી હતી.
આથી અહીં ધસી આવેલા તેમના પુત્ર દેવશીભાઈ ધાનાભાઈ ગોજીયાએ તેને અટકાવતા આરોપીએ પોતાના હાથમાં પહેરેલા કડા વડે ધાનાભાઈ તથા તેમના પુત્ર દેવશીભાઈને માર મારી, ઇજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે આરોપી શખ્સ સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના તમામ સરકારી અધિકારીઓ-કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, પણ સરકારે આ શરત સાથે મુકી
May 13, 2025 04:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech