અમરેલીમાં ગણેશ ઉત્સવની મિટિંગ બાદ વેપારી યુવક પર હુમલો

  • September 03, 2024 11:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમરેલીના લીલીયા રોડ પર શિવ રેસીડેન્સીમાં રહેતા નિમિતભાઈ રાજેન્દ્રભાઈ ઠાકર (ઉં.વ.૪૨) નામના વેપારી યુવકે અમરેલી તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં સોસાયટીમાં રહેતા ફુલીબેન બાવચંદભાઈ કાનપરિય તેનો પુત્ર ધર્મેશ અને નરેન્દ્ર તેમજ પ્રફુલભાઈ કાછડીયા, લલીત હિરપરા, ધવલ બીપીનભાઈ જીવાણી, સુધીર કાથરોટીયા અને વિમલ ગોહીલના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત રાત્રીના સાડા નવેક વાગ્યે સોસાયટીની ગણેશ ઉત્સવને લઇ મિટિંગ હોવાથી ત્યાં હાજરી આપવા માટે ગયો હતો ત્યારે સોસાયટીના પ્રમુખ મંતવ્ય આપતા હતા દરમિયાન મેં કહ્યું હતું કે, મંદિરનો હિસાબ ચોખ્ખો રાખવો જોઈએ અને શેરી દીઠ બે વ્યકિતને પૂજા કરવી તેના કરતા આખી સોસાયટીના લોકો પૂજા કરે તેવી રજૂઆત કરી હતી.જેમાં સોસાયટીના સભ્યોએ સમર્થન આપ્યું હતું.
મિટિંગ પુરી થયા બાદ ગાડી પાસે હતો ત્યારે સોસાયટીમાં રહેતા ફુલીબેન મારી પાસે આવી કહેવા લાગ્યા હતા કે, સોસાયટીના મુદ્દા હશે એ તે સોસાયટી નક્કી કરશે તેમાં તમારે ડબ ડબ કરવાની જર નથી, આથી મેં ફુલીબેનને કહ્યું હતું કે, માસી હત્પં તમારા દીકરા સાથે બેસીને વાત કરી લઇશ, આ દરમિયાન તેનો પુત્ર ધર્મેશ પાછળથી આવી વાસમાં ઢીંકો મારતા હત્પં પડી ગયો હતો. એવામાં ધર્મેશનો ભાઈ નરેન્દ્ર કોઈ ધારધાર હથિયાર લઈને ઘા મારવા આવતા કોણીના ભાગે ઇજા થઇ હતી.
હત્પં ભાગવા જતા પ્રફુલ કાછડીયા અને લલીત હિરપરા,, ધવલ જીવાણીએ ડંડા વડે મારમાર્યેા હતો અને સુધીરભાઈએ પકડી રાખતા વિમલ ગોહિલે ઢીકાપાટુનો મારમાર્યેા હતો. આજે તો તને પૂરો જ કરી નાખવો છે કહી ધારદાર હથિયાર છાતીના ભાગે મારતા સોસાયટીના રહીશોએ મને બચાવ્યો હતો. ઇજા થવાથી અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી.
તાલુકા પોલીસે યુવકની ફરિયાદ પરથી તમામ સામે બીએનસીની કલમ ૧૧૫(૨), ૧૧૮(૧), ૩૫૧(૩), ૩૫૨, ૫૪ સહીત હેઠળ ગુનો નોંધી આગની કાર્યવાહી હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application