જામનગરમાં બેડેશ્વર વિસ્તારમાં બે બાઈક સામસામા અથડાઈ જતાં એક બાઈક ના ચાલક યુવાન પર સામેથી આવેલા શખ્સે મુઠ વડે હુમલો કરી ઇજા પહોંચાડ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.
આ ફરિયાદના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ઘરાર નગર શેરી નંબર-૧;માં રહેતા શાકીબ સબીરભાઈ કમોરા નામનો ૨૪ વર્ષનો વાઘેર યુવાન ગઈકાલે બેડેશ્વર વિસ્તારમાંથી પોતાનું બાઈક લઈને જઈ રહ્યો હતો, જે દરમિયાન સામેથી રાજા ઉર્ફે રાજડો હાસમ સંઘવાણી બાઈક લઈને આવ્યો હતો, અને બંનેના બાઈક સામસામા અથડાઈ ગયા હતા.
જેથી રાજા ઉર્ફે રાજડો ઉસકેરાઈ ગયો હતો. જેણે પોતાના ખિસ્સામાંથી મુઠ કાઢી સાકીબ પર હુમલો કરી દીધો હતો, અને પેટ ના ભાગે તેમજ છાતિના ભાગે અને મોઢા ના ભાગે ઇજા પહોંચાડી હોવાથી તેને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ છે. પોલીસે આરોપી રાજા સામે ગુન્હો નોંધ્યો છે, અને તે ભાગી છૂટ્યો હોવાથી તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
***
લાખાબાવળ સ્ટેશને યુવાનને ઇંટ-ધોકાથી માર માર્યો
લાખાબાવળ રેલ્વે સ્ટેશન પાસે સિમેન્ટ, કોંકરેન્ટનો માલ માંગવાના પ્રશ્ર્ને એક યુવાનને માર માર્યાની બે સામે ફરીયાદ કરવામાં આવી છે.
જામનગરના લાખાબાવળ રેલ્વે સ્ટેશન પાસે વાડી વિસ્તારમાં રહેતા મુનાફ ઉર્ફે અપો અલારખાભાઇ ખફી (ઉ.વ.૪૦) નામના યુવાને પંચ-બીમાં દિનેશ ત્રિપાઠી અને જૈન સાહેબ રહે. લાખાબાવળ રેલ્વે સ્ટેશન પાસે આ બંનેની વિરુઘ્ધ આઇપીસી કલમ ૩૨૪, ૧૨૪, જીપીએકટ ૧૩૫(૧) મુજબ ફરીયાદ નોંધાવી હતી.
ફરીયાદીએ આરોપી પાસે ગઇકાલે બપોરે સ્ટેશન પાસે સિમેન્ટ ક્રોકરેન્ટનો વધારાનો માલ માગ્યો હતો જેથી તેને જેમતેમ બોલી ખભાના ભાગે ઇંટ અને માથાના ભાગે ધોકો મારી એકબીજાને મદદગારી કરી હતી, ફરીયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના સફળ 23 વર્ષ પૂર્ણ
October 06, 2024 07:01 PMએક્ઝિટ પોલના આંકડા વિશે ભાજપના નેતા બ્રિજભૂષણ સિંહે કહ્યું, 'હરિયાણા વિશે બોલવાની મનાઈ છે'
October 06, 2024 01:59 PMબેન્જામિન નેતન્યાહુએ ખામેનીની ધમકી પર કહ્યું, હુમલાનો જવાબ આપવો એ અમારો અધિકાર...
October 06, 2024 11:00 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech