જામનગરમાં પ્રેમ સબંધ પસંદ ન હોવાથી યુવતી પર હુમલો

  • April 07, 2021 10:47 PM 

માર માર્યાની મહિલાઓ સહિત ચાર સામે નોંધાવેલી ફરિયાદ

જામનગરના સંકર ટેકરી સુભાષ પરા શેરી નંબર એકમાં યુવતી પર હુમલો કરીને ઇજા પહોંચાડીયાની મહિલાઓ સહિત ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રેમ સંબંધ હોય અને લગ્ન કરવા માંગતા હોય જે સબંધ પસંદ નહી આવતાં હુમલો કર્યાનું બહાર આવ્યું છે.

જામનગરના સુભાષ પાર્ક શેરી નંબર 1 માં રહેતી ભાનુબેન સોલંકી ઉમર વર્ષ 27 નામની યુવતીએ સીટી-સી ડિવિઝનમાં કિશન અરવિંદ નાખવા. પૂજાબેન કિશન નાખવા. (રહે, બંને સુભાષ પરા શેરી નંબર એક, ), દિગ્વિજય પ્લોટ 49 રોડ, મંદિર પાસે રહેતા સુરેશ કનખરા, માયાબેન સુરેશ કનખરા આચાર્યની વિરૂદ્ધ આઈપીસીની કલમ 323, 114 તથા જી.પી.એ 135(1) મુજબ ફરિયાદ નોંધાવી હતી.

આ અંગેની વિગત મુજબ ફરિયાદી તથા આરોપીના સંબંધી હિરેન નાખવા વચ્ચે પ્રેમ સંબંધ હોય અને બંને લગ્ન કરવા માંગતા હોય પરંતુ આરોપીઓને આ સંબંધ પસંદ ન હોય જે બાબતનો ખાર રાખીને ગઈકાલે આરોપીઓએ એક સંપ કરીને ફરિયાદીને ઢીકાપાટુનો માર મારી તથા આરોપી સુરેશે મુઠથી ફરિયાદીને માર મારી ઇજા પહોંચાડી હતી તેમજ માયાબેને લાકડાના ધોકા વડે હુમલો કરીને પગની ઘૂંટીમાં ઈજા કરી એકબીજાને મદદગારી કરી જાહેરનામાનો ભંગ કર્યો હતો. આ ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે,

ગઈકાલે સુભાષ પરાંમા આ બનાવ બહાર આવતા ચકચાર મચી જવા પામી હતી અને ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામાં આવેલ અને પોલીસ દ્વારા ઉપરોક્ત ફરિયાદ અનુસંધાને આરોપીઓની અટક કરવા અંગે તપાસ લંબાવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS