મોરઝર ગામે યુવાન પર હુમલો: મારી નાખવાની ધમકી સબબ બે શખ્સો સામે ફરિયાદ

  • March 19, 2021 10:52 AM 

ભાણવડ તાલુકાના મોરઝર ગામે રહેતા મુરૂભાઇ નાથાભાઈ સાગઠીયા નામના 40 વર્ષના અનુસૂચિત જાતિના યુવાન પોતાના ગામમાં એક હોટલ પાસે ચા પી રહ્યા હતા, ત્યારે આ સ્થળે મોરઝર ગામના જ રહીશ રાહુલ ઉગાભાઇ બગડા અને ભરત બાવનજી બાટા નામના બે શખ્સો લાકડાના ધોકા જેવા હથિયારો સાથે ધસી આવ્યા હતા અને મુરૂભાઈને બેફામ માર મારી, લોહી લુહાણ હાલતમાં તેમને બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આરોપી શખ્સે "તેં જ મારા ભાઈ વિજયને જેલમાં પુરાવ્યો છે"- તેમ કહી, ફરિયાદી મુરૂભાઈના મોટરસાયકલમાં પણ નુકશાની પહોંચાડી હતી. આ સમગ્ર બનાવ અંગે ભાણવડ પોલીસે બન્ને શખ્સો સામે આઈ.પી.સી. કલમ 323, 324, 504, 506 (2), 427, 114 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી એ.એસ.આઈ. એમ.એ. રાણા દ્વારા હાથ ધરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS