કલ્યાણપુરના મેઘપર ટીટોડી ગામે આધેડ પર હુમલો: ધમકી સબબ છ સામે ફરિયાદ

  • July 01, 2021 10:47 AM 

કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામે રહેતા કેશુરભાઈ નથુભાઈ ડાંગર નામના પચાસ વર્ષના આહીર આધેડ પર આ જ ગામના રહીશ વજશી કાના છૂછર, દેવાત જગા છૂછર, રસી રામા છૂછર, કાના દેવા છૂછર, હેભા કાના છૂછર અને દેવશી કાના છૂછર, નામના છ શખ્સોએ એકસંપ કરી, ધોકા વડે તથા ઢીકા પાટુનો માર મારી, ફરિયાદી કેશુરભાઈ તથા તેમના પુત્રને બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

ફરિયાદી કેશુરભાઈએ આરોપીના ખેતરમાંથી જાણ કર્યા વગર બે ફુવારા લઈ આવતા આ બાબતનો ખાર રાખી ઉપરોકત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. પોલીસે આઈપીસી કલમ 323, 504, 506 (2) 114 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)