કલ્યાણપુરની યુવતી ઉપર હુમલો: બે શખ્સો સામે ફરિયાદ

  • April 05, 2021 07:47 PM 

કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામે રહેતી ધમુબેન દાનાભાઈ પીઠાભાઇ પરમાર નામની 21 વર્ષની યુવતી પર આ જ વિસ્તારમાં રહેતા પ્રવિણભાઇ દાનાભાઈ મકવાણા અને ધર્મેશભાઈ દાનાભાઈ મકવાણા નામના બે શખ્સોએ લાકડી વડે હુમલો કરી, બિભત્સ ગાળો કાઢી, ઢિકા-પાટુનો માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

આરોપીઓના મામાના સગપણ બાબતે સાહેદ દાનાભાઈ પરમાર સાથે મનદુઃખ ચાલતું હોય, તે બાબતનો ખાર રાખી, ધમુબેન પાણી ભરવા જતા હતા અને સાહેદ દાનાભાઈ બકરા ચરાવીને ઘરે પરત આવતા હતા, ત્યારે આ બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે ઉપરોકત બન્ને શખ્સો સામે ?આઈ.પી.સી. કલમ 323, 324, 504, 503, 114 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS