યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચે તણાવ ઘટવાને બદલે વધી રહ્યો છે. તેહરાન સામે યુદ્ધને અસ્થાયી રૂપે બંધ કર્યાના એક દિવસ પછી, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હુમલા માટે નવી સંભવિત તારીખોની જાહેરાત કરી છે અને જણાવ્યું છે કે આગામી ત્રણ દિવસમાં ગમે તે બની શકે છે અને જિદ્દે ભરાયેલા ઈરાન સામે લશ્કરી કાર્યવાહી ફરી શરુ કરવાના સંકેત આપ્યા છે, જેના પગલે સ્થિતિ હજુ વધુ વણસે તેવી શક્યતાઓ સામે આવી છે.તેહરાન સામે યુદ્ધને અસ્થાયી રૂપે બંધ કર્યાના એક દિવસ પછી, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હુમલા માટે નવી સંભવિત તારીખોની જાહેરાત કરી છે. ટ્રમ્પે કહ્યું કે મને આશા છે કે આપણે યુદ્ધમાં ન જવું પડે, પરંતુ આપણે તેમને બીજો મોટો ફટકો આપવો પડી શકે છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ કેટલો સમય રાહ જોશે, ત્યારે ટ્રમ્પે કહ્યું, "મને લાગે છે કે બે કે ત્રણ દિવસમાં કંઈક થઈ શકે છે, કદાચ શુક્રવાર, શનિવાર, રવિવાર, આવતા અઠવાડિયાની શરૂઆતમાં. તે મર્યાદિત સમય માટે હશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application