પશ્ચિમ બંગાળમાં ભાજપ કાર્યકર્તાઓ ઉપર હુમલો : એકનું મોત : TMC પર હુમલો

  • December 13, 2020 07:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પશ્ચિમ બંગાળમાં આગામી વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણી પહેલા જ ભારતીય જનતા પાર્ટી અને તૃણમુણલ કોંગ્રેસમાં અથડામણ ચસમસીમાએ પહોંચી ગયું છે. ભાજપનો દાવો છે કે ઉત્તર 24 પરગાનાના હલિશહરમાં શનિવારે તેના કાર્યકર્તાઓ પર ટીએમસીના કાર્યકર્તાઓએ હુમલો કર્યો છે, જેમાં એકનું મોત થયું છે અને છ કાર્યકર્તા ગંભીરરૂપે ઘાયલ થયા છે.

 

ભાજપ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું હતું કે એક દિવસ, એક વધુ હત્યા. તલિશહેરમાં કાર્યકર્તા સૈકત ભવાલની ટીએમસીના ગુંડાઓ દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી છે. જ્યારે અન્ય છ ગંભીરરૂપે ઘાયલ થયા છે. ઘાયલોને કલ્યાણીના જેએન મેમોરિયલ હોસ્પિટલમાં સારવાર માટે એડમિટ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે સૈકત ભવાલ ઉપર હુમલો કરવામાં આવ્યો ત્યારે પાર્ટી ડોર ટુ ડોર કેમ્પૈન કરી રહી હતી.

 

તો બીજી તરફ તૃણમૂલ ક્રોંગ્રેસ પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે આ ઘટના વ્યક્તિગત દુશ્મનીનું પરિણામ છે. ભાજપ નેતા મુકુલ રોયે કહ્યું હતુંકે આરએસએસ કાર્યકર્તાઅને 6 નંબર વોર્ડ હલિશહરમાં રહેતા સૈતક ભવાલની હત્યા કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં લોકતંત્ર ખતમ થઈ ચુક્યું છે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS