જૂનાગઢમાં પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે ભાજપ નગરસેવિકાના પુત્ર ઉપર હુમલો

  • February 18, 2021 12:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં વોર્ડ નંબર ૧૫ માં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પણ મારામારીના બનાવો આવી હોય તેમ ભાજપના નગર સેવિકાના પતિને સ્લીપ વિતરણ દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર ના પુત્ર સહિત ચાર શખ્સોએ માર મારી અને પોલીસને ઈજા ગ્રસ્ત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવતા કાર્યવાહી હાથ ધરી છે


આ અંગે એ ડીવીઝન પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ ગઈકાલે સાંજે આંબેડકર નગરમાં ભાજપના નગરસેવિકા ના પતિ સંજયભાઈ સુરેશભાઈ ઉર્ફે દુલા ભાઈ સોલંકી ભાજપ ની સ્લીપ વિતરણ કરતા હતા ત્યારે કોંગ્રેસના ઉમેદવાર લાખાભાઈ પરમાર ના પુત્ર ધર્મેશ ઉર્ફે ધમો લાખાભાઈ પરમાર રણજીત ઉર્ફે રાવણ લાખાભાઈ પરમાર, રણજીત નો છોકરો તથા ધર્મેશ ની બહેન એ અમારા વિસ્તારમાં કેમ આવ્યા છો કહી મારી તથા પોલીસને પણ ઇજાગ્રસ્ત કર્યાની ફરિયાદ નોંધાતા વધુ તપાસ એ ડિવિઝન પીએસઆઈ એ કે પરમાર હાથ ધરી છે


અત્રે ઉલ્લેખનીય છે કે ગત વખતની ચૂંટણીમાં પણ વોર્ડ નંબર ૧૫ માં રાજકીય પક્ષોના કાર્યકરો ના મારામારીના અવિરત બનાવો નોંધાયા હતા જે આ વખતે પણ સિલસિલો જારી હોય તેમ ચૂંટણી પહેલા જ બંને પક્ષો પોલીસ ફરિયાદોનો મારો ચલાવી એકબીજાને ભરી પહેરવા સજ્જ થયા છે તો સાથે જ ગઇકાલે પોલીસને પણ ઇજાગ્રસ્ત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાતા છતે પોલીસે પણ કાર્યકરોએ એકબીજાને પહોંચવા જંગે ચઢયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS