ઝઘડો કરતા અટકાવતા યુવાન પર બે શખ્સો દ્વારા હુમલો

  • July 01, 2021 10:48 AM 

ખીરસરા ગામનો બનાવઃ નોંધાવાતી પોલીસ ફરિયાદ

કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામે રહેતા મનસુખભાઈ જેઠાભાઈ પિપરોતર નામના 43 વર્ષના યુવાનના ભત્રીજા સાથે આ જ ગામના રહીશ જીવા ગોગનભાઈ નનેરા તથા જયસુખ ગોગનભાઈ નાનેરા નામના બે બંધુઓ કોઈ બાબતે ઝઘડો કરી રહ્યા હતા, ત્યારે તેઓને અટકાવવા માટે વચ્ચે પડેલા મનસુખભાઈને આરોપીઓએ લાકડી તથા પાવડાના હાથા વડે માર મારી, ઈજાઓ કરતાં આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે બન્ને શખ્સો સામે આઇ.પી.સી કલમ 323, 114 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS