ભાવનગર જિલ્લાના વરતેજ પોલીસ મથકમાં નોંધાવેલા એટ્રોસીટી એક્ટના ગુનામાં દેવલી ગામનો વોન્ટેડ શખસે અધેવાડા નજીક મહિલા કોન્સ્ટેબલના મકાનમાં આશ્રય લીધો હોવાની બાતમીને લઈ એસ.ટી.એસ.ટી સેલના મહિલા ડીવાયએસપી સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો. ત્યા ગુનામાં સંડોવાયેલો આરોપી મળી આવતા તેની અટક કરી ભરતનગર પોલીસ મથકના મહિલા કોન્સ્ટેબલના મકાનની તપાસ હાથ ધરતા તેના ઘરમાંથી એક વિદેશી દારૂની બોટલ મળી આવી હતી જયારે અન્ય એએચટીયુમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ પણ મકાને હાજર મળી આવ્યા હતા. જેના પગલે બન્ને મહિલા કોન્સ્ટેબલ અને ભાગેડુ આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. વરતેજ પોલીસ મથકમાં બીએનએસ અને એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધાવા પામ્યો હતો. જે ગુનામાં તળાજા તાલુકાના દેવલી ગામના પાર્થ દિનેશભાઈ પાંચલ્યાની સંડોવણી ખુલવા પામી હતી. અને ગુનાના કામે વોન્ટેડ થયો હતો. ઉક્ત કેસની તપાસ દરમિયાન બાતમી રાહે હકીકત મળી હતી કે, ભરતનગર પોલીસ મથકમાં મહિલા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અને અધેવાડા, ટોપ થી સીનેમાં નજીક આવેલી રોયલ પાર્ક સોસાયટીમાં રહેતા નવનાબેન નાનજીભાઈ બારૈયાના રહેણાકી મકાને પાર્થે આશ્રવ મેળવ્યો છે. જે હકીકત આધારે ફ૧કોન્સટેબલના મકાને દરોડો પાડી જડતી તપાસ હાથ ધરતા વરતેજ પોલીસ મથકના ગુનાના કામે ભાગતો ફરતો ભાગેડુ આરોપી પાર્થ દિનેશભાઈ ધાંધલ્યા (ઉ.વ. ૨૬. રે. પીપરલા રોડ, દેવલી તા. તળાજા) મળી આવતા અટક કરી હતી. જયારે મહિલા કો-સ્ટેબલ નવનાબેનના ઘરની ઝડતી તપાસ કરતા કબાટમાંથી એક વિદેશી દારૂ રમની બોટલ મળી આવતા કબ્જે કરી નયનાબેનનો મોબાઈલ કબજે લીધો હતો.