જામનગરમાં 50 કી.મી. ની ઝડપે પવન ફુંકાતા ટાઢોડા જેવું વાતાવરણ

  • May 19, 2021 12:00 PM 

એક દિવસમાં મહત્તમ તાપમાનમાં 10 ડીગ્રીનો કડાકો : કાલાવડ અને ધ્રોલ તાલુકાના કેટલાક ગામડાઓમાં વરસાદી ઝાપટા પડયા

જામનગર સહિત સમગ્ર હાલારમાં ગઇકાલે 50 કીમીની ઝડપે પવન ફુંકાયો હતો, એક જ દિવસમાં મહત્તમ તાપમાનમાં 10 ડીગ્રીનો ભારે કડાકો બોલ્યો હતો, કાલાવડ અને ધ્રોલ વિસ્તારના કેટલાક ગામડાઓમાં વરસાદ થયો હોવાનું જાણવા મળ્યું છે, હજુ પણ ગામડાઓમાં વાદળીયુ વાતાવરણ જોવા મળે છે, જયારે ગઇકાલે ભારે પવન ફુંકાતા કેટલાક વિસ્તારોમાં ઝાડની ડાળીઓ પડી ગઇ હતી.

ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ વધુમાં વધુ તાપમાન 30 ડીગ્રી, ઓછામાં ઓછુ 28 ડીગ્રી, હવામા ભેજ 76 ટકા અને પવનની ગતી 45 થી 50 કીમી રહી હતી.

તાઉતે વાવાઝોડાની અસરના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે, હાલારમાં ઝાપટા પડતા કેરીના પાકને થોડુ નુકશાન થયું છે, ગામડાઓમાં પણ ગરમીમાં ઘટાડો થયો છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ કેટલાક ગામડામા થોડા વાદળા છે પરંતુ હજુ બે દિવસ સુધી આ પ્રકારનો માહોલ રહે તેવી શકયતા છે. ધીરે ધીરે લોકો આઇસક્રીમ, ગોલા, બરફ, કુલ્ફી, ઠંડાપીણા, સરબતનું વેચાણ ધીરે ધીરે વધી રહયું છે.

ગઇકાલે આખો દિવસ વાદળીયુ વાતાવરણ રહયુ હતું સાંજે તો જોરદાર વરસાદ પડશે તેવું વાતાવરણ હતું પરંતુ માત્ર છાંટા પડયા હતા. સાંજે વાતાવરણમાં થોડો પલ્ટો આવ્યો હતો અને સાંજ પડયે ઠંડો પવન ફુંકાયો હતો અને પવનની ઝડપ પ્રતી કલાક 50 કીમીએ પહોંચી હતી. જામનગરમાં અસહય ગરમીના કારણે લોકો કંટાળી ગયા છે, ચારે કોર ગરમીનો માહોલ છે જો કે કેટલાક ગામડાઓમાં આજે પણ વાદળા છવાયા હતા જેને કારણે લોકો ખુબ જ હેરાન, પરેશાન થઇ ગયા હતા.

આજે સવારે કેટલાક ગામડાઓમાં વાદળીયુ વાતાવરણ જોવા મળ્યું છે જો કે ગઇકાલની જેમ બફારો તો યથાવત રહયો છે, કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર, કલ્યાણપુર, ભાણવડ, લાલપુર, ધ્રોલ જોડીયા, ફલ્લા, રાવલ, સલાયા સહિતના વિસ્તારોમાં અને આજુબાજુના ગામડાઓમાં ગરમીમા થોડી રાહત થઇ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS