રાજકોટ આટકોટ પાસે ગુંદાળા બસસ્ટેન્ડ નજીકથી રલ એસઓજીની ટીમે એક શખસને .૪.૨૪ લાખની કિંમતના સાડા આઠ કિલો ગાંજાના સાથે ઝડપી લીધો હતો. આ શખસની પુછતાછ કરતા તે માદક પર્દાથનો જથ્થો ઓરિસ્સાથી લાવ્યાની કબૂલાત આપી હતી. એટલું જ નહીં સાધુનો વેશ ધારણ કરી તે આટકોટ પંથકમાં આ માલનુ વેચાણ કરવાનો હોવાનું સામે આવ્યું છે. રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્રારા સે નો ટુ ડ્રગ્સ મુહિમ અંતર્ગત માદક પદાર્થને લગતી ગેરકાયદેસરની પ્રવૃર્તી સદંતર નાબુદ કરી અસરકારક કામગીરી કરવાની આપેલ સુચનાથી એસઓજી પીઆઈ એફ.એ.પારગીની રાહબરીમાં ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ આટકોટ ભાવનગર હાઇવે રોડ પર ગુંદાળા બસટેન્ડ પાસે એક શખસ શંકાસ્પદ હાલતમાં ઉભો હોય જેને અટકમાં લઈ તપાસ કરતાં પુછપરછ કરતા તેની પાસે રહેલ પ્લાસ્ટિકના સફેદ થેલામાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો હોવાની કબૂલાત આપતાં આરોપી ઘનશ્યામ હર્ષદ જોષી (રહે. આટકોટ, પારેલીયા શેરી) ની ધરપકડ કરી .૪.૨૪ લાખનો ૮.૪૯૫ કિલો ગ્રામ ગાંજો જ કરી આટકોટ પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એકટ મુજબનો ગુનો દાખલ કર્યેા હતો. પોલીસે જણાવ્યું હતું કે, માદક પદાર્થના જથ્થા સાથે ઝડપાયેલા શખસ ઓરિસ્સાથી ગાંજાનો જથ્થો લઈ આવી છૂટકમાં વેંચાણ કરવાનો હતો. ગાંજાના જથ્થા સાથે પકડાયેલ શખ્સ અગાઉ દાના ગુનામાં પણ પકડાઈ ચૂકેલ છે. આરોપીને ઝડપી લેવાની આ કામગીરીમાં એસઓજી પીઆઈ એફ.એ.પારગીની રાહબરીમાં પીએસઆઇ જે.જી.ઝાલા, પી.બી.મિશ્રા હેડ કોન્સ્ટેબલ વિજયભાઇ વેગડ તથા ચંદુભાઇ પલાળીયા સાથે રહ્યા હતાં.