આમ આદમી પાર્ટીએ દિલ્હીના નવા મુખ્યમંત્રીનું નામ જાહેર કર્યું છે. પાર્ટીની વિધાયક દળની બેઠકમાં નવા સીએમ તરીકે આતિશીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. અરવિંદ કેજરીવાલે પોતે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. આતિશી આઝાદી પછી દિલ્હીની ત્રીજા મહિલા મુખ્યમંત્રી અને ભારતના કોઈપણ રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશનાં 17માં મહિલા મુખ્યમંત્રી બનશે. આવો જાણીએ આતિશી પહેલા ભારતમાં અન્ય કઈ કઈ મહિલા નેતાઓએ સીએમ પદ સંભાળ્યું છે.
સુચેતા ક્રિપલાનીઃ 2 ઓક્ટોબર 1963થી 13 માર્ચ 1967 સુધી એટલે કે 3 વર્ષ, 162 દિવસ સુધી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા.
નંદિની સતપથી: તે 14 જૂન 1972 થી 16 ડિસેમ્બર 1976 સુધી, એટલે કે 4 વર્ષ અને 185 દિવસ સુધી ઓડિશાના સીએમ હતા.
શશિકલા કાકોડકર: 12 ઓગસ્ટ 1973 થી 27 એપ્રિલ 1979 સુધી એટલે કે કુલ 5 વર્ષ અને 258 દિવસ સુધી ગોવાના મુખ્યમંત્રી હતા.
અનવરા તૈમૂર 6 ડિસેમ્બર 1980 થી 30 જૂન 1981 સુધી એટલે કે કુલ 206 દિવસ માટે આસામના મુખ્યમંત્રી બન્યા.
વીએન જાનકી: 7 જાન્યુઆરી 1988 થી 30 જાન્યુઆરી 1988 સુધી એટલે કે 23 દિવસ માટે તમિલનાડુના સીએમ બન્યા હતા.
જે જયલલિતા: તેમણે 2 માર્ચ 2002 થી 12 મે 2006, 16 મે 2011 થી 27 સપ્ટેમ્બર 2014, 23 મે 2015 થી 5 ડિસેમ્બર 2016 સુધી એટલે કે કુલ 14 વર્ષ અને 124 દિવસ સુધી તમિલનાડુના સીએમ પદ સંભાળ્યું.
માયાવતી: 13 જૂન 1995 થી 18 ઓક્ટોબર 1995, 21 માર્ચ 1997 થી 21 સપ્ટેમ્બર 1997, 3 મે 2002 થી 29 ઓગસ્ટ 2003 અને 13 મે 2007 થી 15 માર્ચ 1997 સુધી કુલ 7 વર્ષ અને 5 દિવસ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહ્યા.
રાજીન્દર કૌર ભટ્ટલ 21 નવેમ્બર 1996 થી 12 ફેબ્રુઆરી 1997 સુધી એટલે કે કુલ 83 દિવસ માટે પંજાબના સીએમ બન્યા.
સુષ્મા સ્વરાજઃ 12 ઓક્ટોબર 1998થી 3 ડિસેમ્બર 1998 સુધી એટલે કે કુલ 52 દિવસ દિલ્હીના સીએમ હતા.
શીલા દીક્ષિતઃ તેઓ 3 ડિસેમ્બર 1998 થી 28 ડિસેમ્બર 2013 સુધી એટલે કે કુલ 15 વર્ષ અને 25 દિવસ સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા.
ઉમા ભારતી: તેમણે 8 ડિસેમ્બર 2003 થી 23 ઓગસ્ટ 2004 સુધી એટલે કે કુલ 259 દિવસ સુધી મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન પદ સંભાળ્યું.
વસુંધરા રાજે: 8 ડિસેમ્બર 2003 થી 13 ડિસેમ્બર 2008 સુધી, 13 ડિસેમ્બર 2013 થી 17 ડિસેમ્બર 2018 સુધી એટલે કે કુલ 10 વર્ષ અને 9 દિવસ સુધી રાજસ્થાનના સીએમ હતા.
મમતા બેનર્જી: 20 મે 2011 થી અત્યાર સુધીમાં 13 વર્ષથી વધુ 100 દિવસ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી રહ્યા છે.
આનંદીબેન પટેલ: 22 મે 2014 થી 7 ઓગસ્ટ 2016 સુધી એટલે કે કુલ 2 વર્ષ અને 77 દિવસ સુધી ગુજરાતના મુખ્યમંત્રી હતા.
મહેબૂબા મુફ્તી: 4 એપ્રિલ 2016 થી 19 જૂન 2018 સુધી એટલે કે કુલ 2 વર્ષ અને 76 દિવસ સુધી જમ્મુ અને કાશ્મીરના સીએમ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ, ગણતંત્ર દિવસે પંજાબમાં યોજવામાં આવી ટ્રેક્ટર માર્ચ
January 26, 2025 04:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech