BREAKING NEWS

કયા તાપમાને બળી શકે છે માનવ શરીરની ત્વચા અને શેનું બનેલું છે આપણું શરીર?

  • May 25, 2026 05:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉનાળાની ઋતુમાં જ્યારે આકાશમાંથી અગનગોળા વરસતા હોય, ત્યારે માનવ શરીરની મર્યાદા લઈને અનેક સવાલો થાય છે. 
તબીબી અને વૈજ્ઞાનિક સંશોધનો અનુસાર,માનવ ત્વચા માનવ ત્વચા સામાન્ય રીતે  43 સેલ્સ. થી 44 સેલ્સ. સુધીનું તાપમાન સહન કરી શકે છે, પરંતુ જો તાપમાન 44સેલ્સ. થી વધે તો ત્વચાના કોષો નષ્ટ થવા લાગે છે અને ત્વચા પર ગંભીર બળતરા થવાનું શરૂ થાય છે.
ગરમીની આ અસરો અને માનવ શરીર કયા મૂળભૂત તત્વોથી બનેલું છે તેની રસપ્રદ વૈજ્ઞાનિક માહિતી આપતી એક યાદી નિષ્ણાતો દ્વારા જારી કરવામાં આવી છે.


વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, માનવ ત્વચા અલગ-અલગ તાપમાને સેકન્ડોમાં જ ગંભીર રીતે દાઝી શકે છે


44 સેલ્સ. તાપમાન
આ તાપમાન પર લાંબો સમય ખુલ્લા રહેવાથી ત્વચા બળવા લાગે છે


50સેલ્સ.તાપમાન
ગરમ પાણી કે સપાટીના સંપર્કમાં આવતા જ ત્વચા પર 'થર્ડ-ડિગ્રી બર્ન' થવામાં માત્ર 5મિનિટનો સમય લાગે છે


55 તાપમાન
આ તાપમાને ત્વચા માત્ર 10 સેકન્ડમાં જ ખરાબ રીતે દાઝી જાય છે


60 તાપમાન 
આ સૌથી ખતરનાક સ્થિતિ છે, જેમાં માત્ર 1સેકન્ડમાં જ ગંભીર થર્ડ-ડિગ્રી બર્ન થઈ શકે છે.

મનુષ્યનું શરીર કયા તાપમાને રહે છે અને શેનું બનેલું છે?
સામાન્ય અને સ્વસ્થ માનવ શરીરનું આંતરિક તાપમાન આશરે 37સેલ્સ હોય છે. આપણું આખું શરીર મુખ્યત્વે કોઈ તાપમાનથી નહીં, પરંતુ પૃથ્વી પર જોવા મળતા રાસાયણિક તત્વોથી બનેલું છે. માનવ શરીરના કુલ વજનના આશરે 99 ભાગ માત્ર 6 મુખ્ય તત્વોનો બનેલો છે
ઓક્સિજન 
કાર્બન
પ્રોટીન, ચરબી અને ડીએનએ (DNA) જેવા તમામ ઓર્ગેનિક મોલિક્યુલ્સ 
હાઈડ્રોજન 
નાઈટ્રોજન 
એમિનો એસિડ 
કેલ્શિયમ 
હાડકાં અને દાંતને 
ફોસ્ફરસ 
પોટેશિયમ, સલ્ફર, સોડિયમ, ક્લોરીન, મેગ્નેશિયમ અને આયર્ન જેવા અન્ય સુક્ષ્મ તત્વોથી બનેલો છે. આમ, કુદરતે માનવ શરીરની રચના અદભુત રીતે કરી છે, પરંતુ આકરી ગરમી અને હીટવેવ સામે રક્ષણ મેળવવા માટે ત્વચાને સીધા તડકા અને વધુ પડતા તાપમાનથી બચાવવી ખૂબ જ જરૂરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application