દ્વારકાધીશ મંદીર ખુલતા દુર-દુરથી આવી ભાવિકોએ કાળિયા ઠાકોરના દર્શન કર્યા

  • June 12, 2021 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મંદિર પરિસરની બહાર અને અંદર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત

દેવભૂમિ જિલ્લા વડી કચેરીના એસપી સુનિલ જોશીની સૂચના અનુસાર જિલ્લાના ડીવાયએસપી સમીર સારડા તેમજ તેમની પોલીસ ટીમ દ્વારા દ્વારકાધીશ જગતમંદિર ઉપર ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

મળતી વિગત પ્રમાણે યાત્રાધામ દ્વારકાનું દ્વારકાધીશ જગતમંદિર બે માસ બાદ ભાવિકો માટે શુક્રવારે વેહેલી સવારે ખુલતાની સાથે જ ભાવિકોએ "જય દ્વારકાધીશ" ના નાદ સાથે મંગલા આરતી સમયે મંદિરમાં પ્રવેશી કાળિયા ઠાકોરના દર્શન કર્યા હતા. લગત તંત્ર દ્વારા ભાવિકોને થર્મલ સ્ક્રિનીંગ અને સેનેટાઇઝ કરી સોશ્યલ ડીસ્ટન્ટ ઝાળવી તેમજ માસ્ક પહેરાવીને જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો અને દ્વારકાધીશ મંદિરમાં સવારથી સાંજ સુધી હજારો ભક્તો શ્રીજીના દર્શન કરી ભાવ વિભોર બન્યા હતા, મંદિર પરિસરમાં ભાવિકોની લાઇનો જોવા મળી હતી.

દ્વારકાધીશ મંદિર આસપાસ તુલસીના હાર, ફુલ-હાર તેમજ પ્રસાદી સહિતના વેપારીઓના વેપાર-ધંધા લાંબા સમય બાદ ખુલતા વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મલ્યો હતો, વારદાર પુજારીએ કાળિયા ઠાકોરને અલૌકિક શણગાર કરી ભાવિકોને દર્શન કરાવ્યા હતા, શ્રધ્ધાળુઓને અગવડતા ન પડે તે માટે વહીવટી તંત્ર પણ ખડેપગે રહ્યું હતું, અને પરીસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, દ્વારકાધીશના દર્શને આવનાર ભક્તોએ જાતે જ સરકારની ગાઇડલાઇન અનુસાર કોવિડના નિયમોનું પાલન કરી ઠાકોરજીના દર્શન કર્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS