19 વર્ષ નાની પત્ની સાથે 'ભગવા' ધોતી-કુર્તામાં લીધા સાત ફેરા
બૉલીવૂડના સંજુ બાબા એટલે કે સંજય દત્ત ફરી એકવાર ચર્ચામાં છે. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે
જેમાં તે સાત ફેરા લેતો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં ફેન્સ પણ પૂછી રહ્યા છે કે શું તેણે ફરીથી લગ્ન કર્યા છે? તો અમે તમને જણાવી દઈએ કે હા, તેણે સાત ફેરા લીધા છે, પરંતુ માત્ર ને માત્ર તેની ત્રીજી પત્ની માન્યતા દત્ત સાથે
હાલમાં એક વીડિયો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, જેમાં સ્ટાર અભિનેતા સંજય દત્ત અને તેની પત્ની માન્યતા દત્ત દેખાઇ રહ્યાં છે. આ વાયરલ વીડિયો સંજય દત્તના ઘરનો જ હોવાનું કહેવાય છે. તાજેતરમાં જ ઘરના રિનૉવેશનનું કામ પૂર્ણ થયું છે, જેના માટે પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પૂજા સમારોહમાં સંજુ બાબા અને માન્યતાએ પરિક્રમા એટલે કે ફેરા ફર્યા હતા, ખરેખરમાં આ પૂજાની એક વિધિ હતી. સંજયે ભગવા -કેસરી રંગનો કુર્તા-પાયજામો પહેર્યા છે, તો માન્યતા પણ સાદા કપડામાં જોવા મળી રહી છે.
ત્રણ લગ્ન કરી ચૂક્યો છે સંજય દત્ત
ચાર દાયકાની કારકિર્દીમાં 135થી વધુ ફિલ્મો કરનાર 65 વર્ષીય સંજય દત્તે ત્રણ વખત લગ્ન કર્યા છે. તેમના પ્રથમ લગ્ન 1987માં રિચા શર્મા સાથે થયા હતા. 1996માં મગજ- બ્રેઇન ટ્યૂમરની ગાંઠને કારણે તેમનું અવસાન થયું હતું.
રિયા પિલ્લાઇ સાથે બીજા લગ્ન કર્યા
સંજયના બીજા લગ્ન 1998માં એર હૉસ્ટેસ અને મૉડલ રિયા પિલ્લઈ સાથે થયા હતા. આ સંબંધનો પણ 2008માં અંત આવ્યો હતો.
માન્યતા સાથે લગ્ન કર્યા અને બે બાળકો છે
ત્યારબાદ સંજયે 2008માં ગોવામાં દિલનવાઝ શેખ ઉર્ફે માન્યતા દત્ત સાથે લગ્ન કર્યા. આ પહેલા બંનેએ બે વર્ષ સુધી ડેટિંગ કર્યું હતું. લગ્નના 2 વર્ષ પછી બંને જોડિયા બાળકોના માતાપિતા બન્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહવે ઇસરો વોટર બેરને મોકલશે અંતરીક્ષમાં
April 19, 2025 10:18 AMગ્લેશિયર પીગળતાં 200 કરોડ લોકો પર જોખમ
April 19, 2025 10:14 AMદિલ્હીના મુસ્તફાબાદમાં મકાન ધરાશાયી થતા છના મોત
April 19, 2025 10:00 AMBudget: સેવિંગ કરવામાં થઈ રહી છે તકલીફ? અપનાવો 50, 30 અને 20નો નિયમ...જુઓ પૂરી ગણતરી
April 18, 2025 07:32 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech