જામનગરના વિવિધ જ્ઞાતિ સમાજોની બેઠકમાં સરકારને વિવિધ મુદ્દે રાહત આપવા રજૂઆત કરવા નક્કી કરાયું

  • June 18, 2021 11:24 AM 

જામનગરમાં તા. 14 જૂન સોમવારે જામનગર લોહાણા મહાજન વાડી ખાતે જામનગરના વિવિધ જ્ઞાતિ/સમાજના મુખ્ય હોદ્દેદારોની એક અગત્યની મીટીંગ જામનગર લોહાણા મહાજનના પ્રમુખ શ્રી જીતુભાઈ લાલના કો-ઓર્ડિનેશનથી મળેલ. આ મિટિંગમાં સાંપ્રત કોરોના સમયમાં જ્ઞાતિ / સમાજની વાડીઓ, છાત્રાલયો વગેરે જગ્યાઓમાં છેલ્લા બે વર્ષથી કોઈ પ્રસંગો સરકારશ્રીની ગાઈડ લાઇન મુજબ ન થઈ શકતા હોય અથવા ખુબ જ મર્યાદિત લોકો માટે સાદાઈથી થતા હોય, દરેક જ્ઞાતિ / સમાજને કોઈ જાતની આવક થતી નથી જ્યારે બિલ્ડિંગ મેન્ટેનસ, કર્મચારીઓના પગારો, વીજ બિલ, પ્રોપર્ટી ટેક્ષ જેવા અનેક ખર્ચ વાડીના નિભાવ માટે કરવા પડતાં હોય છે, ત્યારે દરેક જ્ઞાતિ સમાજના હોદ્દેદારોએ સરકારશ્રીને રજૂઆત કરી પ્રોપર્ટી ટેક્ષ, વીજબિલ તેમજ અન્ય ટેક્ષમાં બે વર્ષ માટે મુક્તિ આપવા સર્વાનુમતે નિર્ણય કર્યો હતો.

આ ઉપરાંત આ મિટિંગમાં બધા જ સમાજ/જ્ઞાતિઑ માટે ખુબ ઉપયોગી થાય તેવી એક સરસ એપ્લિકેશનનું ડેમોસ્ટ્રેશન પણ આપવામાં આવ્યું હતું જેને દરેક જ્ઞાતિના હોદ્દેદારોએ બિરદાવેલ અને આવી એપ્લિકેશન દરેક જ્ઞાતિ માટે ઉપલબ્ધ થાય તે માટે વિશેષ રસ દાખવેલ.

આ પ્રસંગે દરેક જ્ઞાતિના પ્રમુખ / અગ્રણી હોદ્દેદારોએ જામનગરના સમસ્ત જ્ઞાતિઓનું એક સંગઠઠન“ સર્વ જ્ઞાતિ સંગઠ્ઠન– જામનગર” નામે બનાવી થોડા થોડા સમાયાંતરે મિટિંગ કરી બધા સમાજો સાથે મળી સામાજીકહિતના અને લોકોપયોગી દરેક કાર્યો લોકો સુધી પહોંચાડવા માટે કટીબધ્ધતા દર્શાવેલ. જેના ફળ સ્વરૂપ આજે બધા સમાજ / જ્ઞાતિઑ એકજુથ થઈ અને સરકારશ્રીને આવી રાહત બાબતે વહેલી તકે યોગ્ય નિર્ણય કરવામાં આવે તે માટે ગુજરાતનાં મખ્યમંત્રીશ્રીને ઉદ્દેશીને એક કોમન પત્ર લખેલ છે જે આ સાથે સામેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)