શહેરના રૈયાધાર વિસ્તારમાં રાણીમાં રૂડીમાં ચોક પાસે બાર માળિયા ક્વાર્ટરમાં રાત્રીના સાત શખસોએ અહીં રીક્ષા, કાર અને બાઈકમાં ધસી આવી સોડા બોટલોના છુટા ઘા કરી બારી અને પાર્કિંગમાં પડેલા વાહનોમાં તોડફોડ કરી હતી. પાર્કિંગમાં બેઠેલ એક વ્યક્તિને તેમાં પગમાં ઈજા પણ પહોંચી હતી.રાત્રીના આ શખસોએ મચાવેલા આતંકથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. રૈયાધાર ક્વોટરમાં રહેતા મહિલાને તેના ભાઈ સાથે ઝઘડો થયો હોય દરમિયાન અહીં કવાર્ટરમાં રહેતા યુવાને તેમને આશરો આપ્યો હોવાની શંકા રાખી આ તોડફોડ કરવામાં આવી હતી. આ મામલે પોલીસે આરોપીઓ સામે રાયોટ, તોડફોડ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ,રૈયાધાર વિસ્તારમાં રાણીમાં રૂડીમાં ચોક પાસે 12 માળીયા ક્વોટરમાં છઠ્ઠા મળે કવાર્ટર નંબર 110 માં રહેતા લાલજી ઉર્ફે લાલો નગીનભાઈ ચૌહાણ(ઉ.વ 28) નામના યુવાને નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે હરસુખ બાબુભાઈ મકવાણા (રહે કાલાવડ રોડ વાછરા દાદાના મંદિરની બાજુમાં મૂળ રૈયાધાર મફતિયાપરા) તેનો પુત્ર કરણ અર્જુન તથા શાંતિનગર ગેટ પાસે રહેતા નવાબ ઝાહિદભાઈ ખાકુ, જંગલેશ્વરમાં રહેતો સુલેમાન તેનો દીકરો તોસિફ અને એક અજાણ્યા શખસનું નામ આપ્યું છે.
યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રિના બે વાગ્યા આસપાસ યુવાન તથા તેના પરિવારજનો ઘરે હતા ત્યારે તેના મિત્ર દેવરાજ અરવિંદ સોલંકી (રહે.રૈયાધાર મફતિયાપરા)નો ફોન આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે, તારા એપાર્ટમેન્ટ નીચે આવ જેથી યુવાન તથા તેનો ભાઈ ધર્મેશ બંને નીચે ગયા હતા ત્યારે અહીં દેવરાજ તથા તેનો ભાઈ પ્રભાત અને તેની માતા વિજયાબેન ત્રણેય ઉભા હતા અને દેવરાજે વાત કરી હતી કે, મારા મમ્મી વિજયાબેનને મારા મામા હરસુખભાઈ મકવાણા સાથે રૈયાધારમાં હતા ત્યારે બોલાચાલી થયેલ જેથી આજની રાત તમે અમને અહીં ઘરે રોકાવા દો. પરંતુ યુવાને આશરો આપવાની ના પાડી હતી અને કહ્યું હતું કે તમારા માતા અને મામાના ઝઘડામાં અમારે પડવું નથી તમે અહીંથી જતા રહો.
બાદમાં રાત્રિના અઢી વાગ્યા આસપાસ યુવાન તથા તેનો ભાઈ ધર્મેશ ઘરે જઈ સૂઈ ગયા હતા ત્યારે કાચની સોડા બોટલો તૂટવાનો અવાજ આવતા બારીમાંથી જોતા દેવરાજના મામા હરસુખ તેનો દીકરો કરણ, અર્જુન તથા નવાબ, સુલેમાન તેનો પુત્ર તોસિફ અને એક અજાણ્યો શખસ રીક્ષા બાઈક અને કારમાં અહીં ઘસી આવ્યા હતા અને કાચની સોડા બાટલીઓના છુટા ઘા કરી અહીં એપાર્ટમેન્ટમાં પાર્કિંગમાં રહેલા બેથી વધુ વાહનોમાં નુકસાન પહોંચાડયું હતું તેમજ અહીં ફલેટની બારીઓના કાચ પણ ફૂટી ગયા હતા. આ ઉપરાંત ફ્લેટના પાર્કિંગમાં બેઠેલા ધવલભાઇ જાદવને બંને પગમાં કાચ લાગતા તેઓને ઈજા પહોંચી હતી.
આ ઘટના અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે આરોપીઓ સામે આઇપીસીની કલમ 323, 337, 143, 147, 149, 427 મુજબ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીનો સત્કાર સમારોહ
April 10, 2025 06:10 PMફુડ લવર્સ માટે મેકડોનાલ્ડ્સ ઈન્ડિયા હવે જામનગરમાં....
April 10, 2025 05:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech