ખગોળશાસ્ત્રીઓએ બ્રહ્માંડનો સૌથી તેજસ્વી પદાર્થ શોધ્યો

  • February 21, 2024 11:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીના ખગોળશાક્રીઓએ બ્રહ્માંડનો સૌથી તેજસ્વી પદાર્થ શોધી કાઢો છે જે રોજ એક સૂર્ય જેટલી ઉર્જા ઓહિયા કરી જાય છે. આ સૌથી તેજસ્વી પદાર્થ એક બ્લેક હોલ છે. જર્નલ નેચર એસ્ટ્રોનોમીમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, સૂર્ય કરતાં આશરે ૧૭ અબજ ગણા દળવાળા આ બ્લેક હોલએ એવો રેકોર્ડ બનાવ્યો છે જે કદાચ કયારેય તોડી નહીં શકાય. તે આપણા સૂર્ય કરતાં ૫૦૦ ટિ્રલિયન ગણો વધારે પ્રકાશિત છે.


ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટી ખાતે એસોસિયેટ પ્રોફેસર અને અભ્યાસના મુખ્ય લેખક ક્રિશ્ચિયન વુલ્ફે જણાવ્યું હતું કે આ બ્લેકહોલમાંથી બહત્પ જ મોટા પ્રમાણમાં પ્રકાશ અને ગરમીનું ઉત્સર્જન પણ થાય છે.તેથી તે બ્રહ્માંડમાં સૌથી વધુ તેજસ્વી જાણીતી વસ્તુ છે. તે આપણા સૂર્ય કરતાં ૫૦૦ ટિ્રલિયન ગણો વધુ તેજસ્વી છે, તેમ વુલ્ફે કહ્યું હતું. ન્યૂ સાઉથ વેલ્સમાં કુનાબારાબ્રાન નજીક યુનિવર્સિટીની સાઇડિંગ સ્પ્રિંગ ઓબ્ઝર્વેટરીમાં ૨.૩–મીટરના ટેલિસ્કોપ દ્રારા બ્લેક હોલની પ્રથમ શોધ કરવામાં આવી હતી, અને બાદમાં યુરોપિયન સધર્ન ઓબ્ઝર્વેટરીના ખૂબ મોટા ટેલિસ્કોપ દ્રારા તેની પુષ્ટ્રિ કરવામાં આવી હતી. બ્લેક હોલ એ અવકાશનો એવો પદાર્થ છે જે તમામ ચીજોને ખાઈ જાય છે. તેનું ગુત્વાકર્ષણ એટલું વધુ હોય છે કે પ્રકાશ સહિત કંઈપણ તેમાંથી છટકી શકતી નથી. અધ્યયનના સહ–લેખક ક્રિસ્ટોફર ઓન્કેને જણાવ્યું હતું કે, તે આશ્ચર્યજનક છે કે આ બ્લેકહોલ અત્યાર સુધી શોધી શકાયો ન હતો. કવાસાર ૧૨ અબજ પ્રકાશવર્ષ દૂર છે અને બ્રહ્માંડના શઆતના દિવસોથી આસપાસ છે. એક પ્રકાશ વર્ષ ૫.૮ ટિ્રલિયન માઇલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News