પોરબંદરમાં તેલના નાના ઘાણા બનાવવા સહાય અપાશે

  • September 19, 2024 03:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરમાં નાના તેલના ઘાણા બનાવવા સહાય અપાશે 
 પોરબંદર જિલ્લા ખેતીવાડી વિભાગની કચેરી દ્વારા જણાવવામાં આવ્યું કે વર્ષ ૨૦૨૪-૨૫માં અત્રેના જિલ્લામાં એન.એફ.એસ.એમ. (ઓઇલસીડ) યોજના અંતર્ગત પોતાની સ્વ માલીકીની, ભાડેથી રાખેલ જગ્યા પર નાના ઓઈલ એક્સટ્રેક્શન યુનિટ (નાના તેલના ઘાણા) બનાવવા માગતા ખાતેદાર ખેડૂતઓને સબસીડીનો મહત્તમ લાભ મળવવા પાત્ર છે. આ યોજના અંતર્ગત ગ્રામસેવક(ખેતી), વિસ્તરણ અધિકારી (ખેતી), તાલુકા અમલિકરણ અધિકારી (ખેતી) તથા જિલ્લા ખેતીવાડી અધિકારી પોરબંદરની કચેરીનો ‚બ‚ સંપર્ક કરી ઓફ લાઇન અરજીઓ કરવાની રહેશે.  એન.એફ.એસ.એમ. (ઓઇલસીડ)  અંતર્ગતના ઓઈલ એક્ષ્ટ્રેક્શન યુનિટ (નાના તેલના ઘાણા) નો લાભ તમામ પ્રકારના ખાતેદાર ખેડૂતઓને મળવાપાત્ર રહેશે. નાના ઓઈલ એક્ષ્ટ્રેક્શન યુનિટ (નાના તેલના ઘાણા) લાભાર્થીએ પોતાની સ્વ માલીકીની, ભાડેથી રાખેલ જગ્યા પર ઊભું કરવાનું રહેશે.  નાના ઓઈલ એક્ષ્ટ્રેક્શન યુનિટ (નાના તેલના ઘાણા) માટે ખર્ચનાં ૫૦% અથવા વધુમાં વધુ ‚ા.૨,૫૦,૦૦૦ પ્રતિ યુનિટની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે. નાના ઓઈલ એક્ષ્ટ્રેક્શન યુનિટ (નાના તેલના ઘાણા)માં સબસીડીનો લાભ આજીવન એક વખત લાભાર્થીને મળવાપાત્ર થશે.
નાના ઓઈલ એક્ષ્ટ્રેક્શન યુનિટ (નાના તેલના ઘાણા) ની કામગીરી ખેતીવાડી ખાતા તરફથી મંજૂરી મળ્યેથી ૩૦ દિવસમા પૂર્ણ કરવાની રહેશે.
નાના ઓઈલ એક્ષ્ટ્રેક્શન યુનિટ (નાના તેલના ઘાણા) બનાવવા ઈચ્છતા ખાતેદાર ખેડૂતોએ વધુ માહિતી માટે અરજદારે ગ્રામસેવક (ખેતી), વિસ્તરણ અધિકારી (ખેતી), તાલુકા અમલિકરણ અધિકારી (ખેતી) તથા જિલ્લા ખેતીવાડી અધિકારી કચેરીનો ‚બ‚ સંપર્ક કરી ઓફ લાઇન અરજીઓ કરવાની રહેશે. નાના ઓઈલ એક્ષ્ટ્રેક્શન યુનિટ (નાના તેલના ઘાણા) બનાવવા ઈચ્છતા ખાતેદાર ખેડૂતોએ પોરબંદર જિલ્લાના આઠ નાના ઓઈલ એક્ષ્ટ્રેક્શન યુનિટ (નાના તેલના ઘાણા) લક્ષ્યાંકની મર્યાદાને ધ્યાને રાખી વહેતા તે પહેલાના ઘોરણે અરજીઓ મેળવવાની થાય તેવું જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application