રાજકોટના ગવરીદળ ગામે સાઢુભાઈએ પુત્રના સબંધના .૨.૭૦ લાખ આપ્યાં બાદ પુત્રવધુ ભાગી ગયાં બાદ બીજે લ કરી લેતાં ભોગ બનેલા યુવાનના પિતાએ સબધં કરાવનાર તેના સગા સાઢુ ભાઈ પાસે તેઓએ આપેલ પીયા પરત માંગતા સાઢુભાઈના પરિવારે પાઈપથી હત્પમલો કરતાં પ્રૌઢને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડવામાં આવ્યાં હતાં.
પ્રા વિગત મુજબ, ગવરીદળ ગામે રહેતાં રણજીતભાઈ હકાભાઈ મકવાણા (ઉ.વ.૫૦) નામના આધેડ રાત્રીના બારેક વાગ્યે પોતાના ઘરે હતાં ત્યારે સાઢુભાઈ મુકેશ તેની પત્ની પબુબેન અને તેનો પુત્ર પ્રકાશ ઘરે આવ્યા હતા અને બોલાચાલી કરી ધોકા અને ઢીકાપાટુનો મારમારતાં પ્રૌઢને ઇજા થવાથી સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગે રણજીતભાઇના કહેવા મુજબ પોતે ખેતીકામ કરે છે. પુત્ર હિંમતનું સગપણ કરવાનું હોવાથી સાઢુભાઈ મુકેશને વાત કરી હતી આથી તેણે આટકોટ રહેતાં તેમના પરિચિતની છોકરી બતાવી હતી અને તેની સાથે સબધં કરવો હોઈ તો .૨.૭૦ લાખ એને આપવા પડે એવી વાત કરતાં મેં સાઢુ મુકેશને પૈસા આપ્યા હતા અને તેને વચ્ચે રહી પુત્રના ફુલહાર કરાવ્યા હતા. શઆતમાં એક મહિનો પુત્રવધુ ઘરમાં સારી રીતે રહી હતી. બાદ માવતરમાં જવાનું કહી પરત ન આવતા અમે તપાસ કરી તો ત્યાંથી તેણીના .૩ લાખમાં બીજી જગ્યાએ લ કરવી નાખ્યા હોવાનું જાણવા મળતા મેં સાઢુ મુકેશને વાત કરી તો ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો, મેં તેને ફુલહાર માટે આપેલા .૨.૭૦ લાખ પરત માગતા ગાળો આપી ધમકી આપી હતી અને કાલે તેના પરિવારે ઘરે આવી હત્પમલો કર્યેા હતો.
જયારે સામાપક્ષે બેલા મોરબી ગામે રહેતા ભરત વલ્લભભાઈ ઉધરેજીયા (ઉ.વ.૨૭)ના એ પોતાને બનેવી રણજિત ઉર્ફે રાણા સહિતનાએ તલવાર મારી ઇજા કરી હોવાની રાવ સાથે સિવિલમાં દાખલ થયો હતો. બને એન્ટ્રી નોંધી હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech