વેતન ચૂકવો; કલેકટર કચેરીમાં આશાવર્કર્સ ઉમટી પડ્યા

  • July 30, 2024 03:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં આજે બપોરે આશા વર્કર્સ ઉમટી પડ્યા હતા, બાકી વેતન તેમજ ઇનસેન્ટીવની રકમ ચૂકવવા માંગણી કરી હતી તેમજ વિવિધ પડતર પ્રશ્નો અને માંગણીઓ સહિતના 14 મુદ્દાનું આવેદનપત્ર એડિશનલ કલેકટરને પાઠવ્યું હતું.
વિશેષમાં રાજકોટ જિલ્લા કલેકટરને સંબોધીને લખેલા અને એડિશનલ કલેકટરને પાઠવેલા આવેદનપત્રમાં આશા વર્કર્સ બહેનોએ પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું છે કે ગુજરાત રાજ્ય આશા કર્મચારી સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા જણાવવાનું કે ગત તા.13-7-2024 ને શનિવારે આશાની પ્રદેશ કારોબારીની બેઠક અમદાવાદ પ્રદેશ કાયર્લિય ખાતે રાખવામાં આવેલ તેમાં ભારતીય મંજદુર સંધના પ્રદેશ અધ્યક્ષ તેમજ આશા કર્મચારી સંઘના પ્રદેશ પ્રભારીની હાજરીમાં સવર્નિુમતે આ નિર્ણયો કરાયા હતા ત્યારબાદ ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ તરફથી વારંવાર રજૂઆત કરવા છતાં સરકાર શ્રી તરફથી યોગ્ય નિર્ણય લઈ સમાધાન કરેલ નથી તેના અનુસંધાનમાં રાજ્યના તમામ જિલ્લા મથકે જિલ્લા કલેકટર સાહેબ દ્વારા રાજ્યના આરોગ્ય મંત્રી અને કેન્દ્રીય આરોગ્ય મંત્રીને આવેદનપત્ર દ્વારા તમામ આશા બહેનના પ્રશ્નો મોકલવા નક્કી કરેલ છે
આવેદનપત્રમાં વધુમાં ઉમેર્યું છે કે આશા વર્કર બહેનો સ્વાસ્થ્ય વિભાગમાં મહત્વનું કામ કરે છે તેમને સરકાર તરફથી સોંપવામાં આવેલાં કામ નીચલા સ્તર ગામડાની તથા શહેરી વિસ્તારની તમામ માહિતી ભેગી કરી સરકારને સોંપવાનું કામ આશા કરે છે, તેમ છતાં સરકાર તરફથી મળતું માનદ વેતન અને સામાજિક સુરક્ષા મળતી નથી તેના અનુસંધાનમાં આજે તેમના પ્રશ્નોને લઇ જીલ્લામાં આવેદનપત્ર આપવાનું નક્કી કરેલ છે તેમના વિવિધ પ્રશ્નો નીચે મુજબ છે (1) પીએમજેવાયનુ ઇનસેન્ટિવ ચુકવણું આજ સુધી કરવામાં આવ્યું નથી. (2) આશા/આશા ફેસિલીટેર બહેનો ને દર માસના અંતે તમામ ચુકવણું સમયસર કરવામાં આવે (3) હાલમાં તમામ ચુકવણું અલગ અલગ હેડથી કરવામાં આવે છે તેનાથી બેનો ને ગુંચવાડો ઊભો થાય છે તો ઈન્સેનટીવ, 50 ટકા તથા 2500નો વધારાનુ ચુકવણું મહિના અંતે એક જ સાથે એક જ હેડ થી થાય તેવી વ્યવસ્થા કરવી (4) દેશની તમામ આશા બહેનોને ઓછામાં ઓછું 18000 રૂપિયા તથા આશા કે બહેનોને 24000 રૂપિયા દર મહિને વેતન ચૂકવવામાં આવે (5) આશા તથા આશા કે બહેનોને દરેક મહિને 30 કે 31 દિવસ કામ કરતી હોય તેમને 24 દિવસને બદલે 30 દિવસ કરવામાં આવે (6) આશા તથા આશા ફે બહેનોને સામાજિક સુરક્ષાના દાયરામાં ઇપીએફ અને ઇએસઆઇસી હેઠળ સમાવેશ કરવામાં આવે (7) આશા તથા આશા ફે બહેનોને આકસ્મિક મૃત્યુ થાય તો તેમના પરિવારને 10 લાખ રૂપિયા ચૂકવવામાં આવે તેમજ તેના પરિવારને નોકરી આપવામાં આવે (8) આશા તથા આશા ફે બહેનોને સેવા નિવૃત્તિ ઉપર 10 લાખ રૂપિયા ચૂકવવા આવે (9) આશા/આશા ફેસિલીટેર બહેનો ને ડ્રેસ એક સરખો આપવામાં આવ્યો છે તો તે બદલીને અલગ અલગ આપવો તથા જે સાડી કે ડ્રેસ આપવામાં આવે તે કોટનનુ હોય તેવી વ્યવસ્થા કરવી. (10) જે નવા બહેનો આશા મા લીધેલા છે એમને 50% ઈન્સેટીવ કેન્દ્ર સરકાર દ્વારા મળવા પાત્ર છે તે ચુકવણું આજ દિન સુધી કરવામાં આવ્યું નથી તે ચુકવણું કરવાની વ્યવસ્થા કરવી. (11) એપીએલ અને બીપીએલનો તફાવત દુર કરવો (12) મિજલ્સ બુસ્ટરનુ ચુકવણુ કરવુ. (13) જોખમી માતાનુ ઇન્સેન્ટીવ ચાલુ કરવુ (14) કે.પી.એસ. વાય અને જે,એસ.વાય નુ ઇન્સેન્ટીવ ચાલુ કરવુ આ સહિતના તમામ પડતર પ્રશ્નો અને માંગણીઓ ઉકેલવા રજુઆત કરાઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application