કલ્યાણપુર તાલુકાના રાવલ ગામની સીમમાં રહેતા અરજણભાઈ કારાભાઈ વાઘેલા નામના 45 વર્ષના કોળી યુવાનને પોતાના પર દેવું વધી જતા તેમણે પોતાના હાથે ઝેરી દવા પી લેતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાહેર મૃતકના પુત્ર કાનાભાઈ અરજણભાઈ વાઘેલાએ કલ્યાણપુર પોલીસને કરી છે.
માનપર ગામે નદીમાં નાહવા પડેલા પરપ્રાંતિય યુવાનનું મૃત્યુ
પંચમહાલ જિલ્લાના લુણાવાડા તાલુકાના મૂળ રહીશ અને હાલ ભાણવડ તાબેના માનપર ગામે રહીને એક આસામીની વાડીમાં મજૂરી કામ કરતા અરજુનભાઈ નાનાભાઈ નાયક નામના 45 વર્ષના આદિવાસી યુવાન મંગળવારે માનપર ગામની નદીમાં નાહવા માટે પડતા ડૂબી જવાના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ જેન્તીભાઈ નાયક (ઉ.વ. 30) એ ભાણવડ પોલીસને કરી છે.
મધ્ય પ્રદેશ રાજ્યના ખારગોન જિલ્લાના મૂળ વતની અને હાલ કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામે રહેતા મમતાબેન મુકેશભાઈ વાસ્કેલ નામના 22 વર્ષના આદિવાસી મહિલાએ સોમવારે રાત્રિના સમયે કોઈ અગમ્ય કારણોસર માંડવીમાં મુંડા મારવાની ઝેરી દવા ગટગટાવી લેતા તેમને ગંભીર હાલતમાં વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ ઉષ્માબેન હાલસીંગભાઇ કનાશ (ઉ.વ. 60, રહે. મૂળ મધ્યપ્રદેશ) એ કલ્યાણપુર પોલીસને કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચોટીલાના સાલખડાથી બે કારમાં રાજકોટ લવાતો 1600 લીટર દેશી દારૂ ઝડપાયો
April 03, 2025 10:52 AMદાઉદ ઇબ્રાહિમના નામે મોદીનો જીવ જોખમમાં એવી ધમકી આપનારને જેલ
April 03, 2025 10:45 AMભારતીય કંપનીઓએ વિદેશી બજારમાંથી 58 હજાર કરોડ એકત્રિત કરી લીધા
April 03, 2025 10:39 AMસુપ્રીમ કોર્ટે કહ્યું કે જો બંધારણની મજાક ઉડાવવામાં આવશે તો તે ચૂપ રહેશે નહીં
April 03, 2025 10:37 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech