ભાવનગર જિલ્લામાં આજે તા. ૭મે ના રોજ થનાર બ્લેક આઉટ અંગે કલેકટર કચેરીના વિડિયો કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં જિલ્લા કલેકટર ડો. મનીષ કુમાર બંસલ એ માહિતી આપી હતી. જિલ્લા કલેકટર ડો. મનીષ કુમાર બંસલ એ જણાવ્યું હતું કે સીવિલ ડિફેન્સના ભાગરૂપે ભાવનગર જિલ્લામાં તા. ૭ મે ના રોજ યોજાનાર મોકડ્રીલ અને બ્લેકઆઉટ અંગે જિલ્લા કલેકટર ડો. મનીષ કુમાર બંસલની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં જિલ્લા કલેકટર દ્વારા સૂચિત એક્શન પ્લાનની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ મોકડ્રીલ અને બ્લેકઆઉટ અંગે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે તા.૭ મે ના રોજ ભાવનગર જિલ્લામાં કોઈ ચોક્કસ સ્થળે મોકડ્રીલ કરવામાં આવશે.આ બેઠકમાં જિલ્લાવિકાસ અધિકારી હનુલ ચૌધરી, પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ, નિવાસી અધિક કલેકટર એન. ડી. ગોવાણી, આરોગ્ય, ફાયર, આર.ટી. ઓ. સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech