લોખંડની સીડીમાં હતો કરંટ, બાળકે અડતાંની સાથે જ શરીરમાં લાગી ગઈ આગ અને બાળક થઈ ગયું રાખ

  • February 23, 2021 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહારાષ્ટ્રના નવી મુંબઈમાં ઇલેક્ટ્રિક કરંટ લાગવાને કારણે 12 વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. નવી મુંબઈના અરોલીમાં એક બાળકના મોતના સમાચાર સામે આવ્યા હતા. બાળક કમ્પાઉન્ડમાં લોખંડની સીડીનો ઉપયોગ કરતો હતો. ત્યારે ત્યાં ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો જેના કારણે બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

આંચકો એટલો જોરથી લાગ્યો હતો કે થોડા સમયમાં બાળકના શરીરમાં આગ લાગી. રબાલે પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટરએ જણાવ્યું કે બાળકની ઓળખ થઈ શક્તિ નથી. સીડી નજીક એક ઉચ્ચ વોલ્ટેજ વાયર જઇ રહ્યો હતો, જેના પરથી એવો અંદાજ આવી રહ્યો છે કે આ વાયરને કારણે આ ઘટના બની છે.

ઘટના સીસીટીવી કેમેરામાં કેદ 
પોલીસનું માનવું છે કે બાળક નજીકની ફૂટપાથ પર રહેતું હશે. આ ઘટના એરોલીના સેક્ટર 7 માં શિવશંકર પ્લાઝા 2 માં દુકાન નંબર 7ની સામે સવારે 8:52 વાગ્યે બની હતી. આ ઘટના સ્થળ પરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. વીડિયોના આધારે પોલીસે આકસ્મિત મોતનો અહેવાલ નોંધ્યો છે.

જો કે મળતી માહિતી મુજબ મૃતક વતી કોઈ પૂછપરછ કરવામાં આવી નથી. મૃતકના પરિવારજનોનો કોઈ પત્તો નથી. પોલીસ તેની શોધ કરી રહી છે. આટલી મોટી લોખંડની સીડી કેમ ત્યાં રાખવામાં આવી હતી તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. જો તેમાં કોઈ બેદરકારી દાખવવામાં આવી હશે તો તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે.

ટ્રાફિક સિગ્નલ પર રમકડા વેંચતા હતા 
આ બાબતે એક સામાજિક કાર્યકર્તાએ જણાવ્યું હતું કે મૃતક બાળક ટ્રાફિક સિગ્નલ પર રમકડા વેચતો હતો. સીડી પકડી રાખતી વખતે, બાળકના પગમાં ચપ્પલ નહીં હોય, જેના કારણે આ ઘટના બની હતી. નિસરણીને આ રીતે રાખવી એ ખૂબ મોટી બેદરકારી છે. આ અંગે અમે ફરિયાદ નોંધાવી છે. અમે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

મુંબઈની વીજ પુરવઠો કરતી કંપની MSEDCL દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 21 ફેબ્રુઆરીએ  દીવા ફીડરના દિવા ગામમાં લેન્સકાર્ટની દુકાનની સામેની સીડીએ દબાણ કરીને ઇલેક્ટ્રિકલ વાયરને સ્પર્શ કર્યો હતો. જેમાં 11 કે વી કરંટ ચાલતો હતો. 22 ફેબ્રુઆરીએ દિવા ફીડર ટ્રીપ સવારે 8:52 વાગ્યે થઈ હતી. પીડિતએ સીડીનો ખંભો પકડી રાખ્યો હતો અને ચંપલ પહેર્યા નહોતા. જેથી બાળકને કરંટ લાગ્યો અને આ ઘટના સર્જાઈ હતી. 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS