વિક્રમના લેન્ડ થતાંની સાથે જ ચંદ્ર પર ઉડી હતી 2.06 ટન ધૂળ..!

  • October 28, 2023 11:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઓગષ્ટ માં ભારતના ચંદ્રયાન-3એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરીને ઈતિહાસ રચ્યો હતો, પરંતુ તે દિવસે લેન્ડર લેન્ડ થતાની સાથે જ દક્ષિણ ધ્રુવ પર બીજી એક મહત્વની ઘટના બની હતી. વિક્રમ લેન્ડર લેન્ડ થતાંની સાથે જ ચંદ્રની સપાટી પર એટલી બધી ચંદ્રની માટી ઉડી કે તેણે ચંદ્ર પર જ એક ઇજેક્ટા પ્રભામંડળ બનાવ્યું.
આ અંગે ઈસરોએ જણાવ્યું કે ચંદ્રયાન-3 23 ઓગસ્ટે ચંદ્ર પર ઉતરતાની સાથે જ ચંદ્રની સપાટી પર એક ઇજેક્ટા પ્રભામંડળ બનાવ્યું. વૈજ્ઞાનિકોએ અનુમાન લગાવ્યું હતું કે વિક્રમ લેન્ડર લેન્ડ થતાંની સાથે જ ચંદ્ર પર લગભગ 2.06 ટન ચંદ્રની માટી 108 વર્ગ મીટર ના વિસ્તારમાં ફેલાઈ ગઈ આ દ્રશ્ય એવું જ હશે જે રીતે હેલીકોપ્ટર લેન્ડ થતા ધરતી પર ધુળ ઉડે. મહત્વનું છે કે જ્યારે ચંદ્રયાન-3ના લેન્ડરે ચંદ્રની સપાટી પર ઉતરાણ કરવાની પ્રક્રિયા શરૂ કરી, તેની સપાટીની નજીક આવતાની સાથે જ ત્યાં હાજર માટી આકાશમાં ઉડવા લાગી. ચંદ્રની સપાટી પરથી ઉડતી આ માટી અને તેમાં રહેલી વસ્તુઓને વૈજ્ઞાનિક ભાષામાં એપિરેગોલિથ કહે છે. આ વાસ્તવમાં ચંદ્રની સપાટી પરની સામગ્રી છે. ચંદ્ર પરની માટી ટેલ્કમ પાઉડર કરતાં પણ પાતળી છે જે ચંદ્રયાન-3ના લેન્ડરમાં સ્થાપિત રોકેટ બૂસ્ટર ચંદ્રની સપાટી પર ઉતરાણ દરમિયાન વિરૂદ્ધ દિશામાં ફાયર થવાથી ઉડવાનું શરૂ થયું હતું.

ઉલ્લેખનીય છે કે ચંદ્ર પર ઘટેલી આ ઐતિહાસિક ઘટના ને સમજવા માટે વૈજ્ઞાનિકો એ ચંદ્રયાન ના ઓબીટર માં લાગેલા હાઈ રીઝોલ્યુશન કેમેરાની મદદ લીધી તેઓએ વિક્રમના લેન્ડ થયાના થોડા કલાક પહેલા અને થોડા સમય બાદ મળેલી હાઈ રીઝોલ્યુશન પેનક્રોમેટિક ઈમેજરીને સમજવાનો અભ્યાસ કર્યો. આનાથી ઇજેક્ટા પ્રભામંડળ જોવા મળ્યું જે લેન્ડરની આસપાસ ચમકતા પેચ જેવું દેખાઈ રહ્યું હતું . પૃથ્વી પર આ પ્રકારની ઘટના સામાન્ય છે. પણ ચદ્ર પર ની આ ઘટન અસામાન્ય છે. આ ઘટના ચંદ્ર ની સપાટી પર હાજર પદાર્થો અને સામગ્રીના વર્તન વિશે માહિતી આપે છે. સાથેજ ચંદ્રની સપાટીના અનુસંધાન માટે પણ રસ્તો બતાવે છે મહત્વનું છે કે રોવરે પ્રજ્ઞાના પેલોડસ દ્વારા ચંદ્રની સપાટી પર થવા વાળી ખગોળીય ઘટનાની રીપોર્ટ મોકલી હતી નેચે ચંદ્રની સપાટી પર સલ્ફર ઓક્સીઝન જેવા દુર્લભ તત્વો હોવાની પુષ્ટિ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application