સિનેમા :થલાપતિ વિજયની આ ફિલ્મ રીલીઝ થતા જ રજનીકાંતની રીલીઝ ફિલ્મ જેવો થયો માહોલ

  • January 13, 2021 12:00 PM 339 views

દેશભરમાં તમિલ સિનેમાના સુપરસ્ટાર થલાપતિ વિજયની નવી ફિલ્મ 'માસ્ટર'ની રિલીઝની મુંબઇમાં આજે તેમના ચાહકોએ ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરી.

વિજયના તમામ ચાહકો વડાલાના આઈમેક્સ થિયેટરમાં ફિલ્મનો પહેલો શો જોવા માટે મુંબઇના વિવિધ વિસ્તારોમાંથી આવ્યા હતા જ્યાં તહેવાર જેવું વાતાવરણ થયું હતું. થિયેટરમાં પ્રવેશતા પહેલા વિજયના ચાહકો બેંજોની ધૂનમાં નાચવા માટે થિયેટરની બહાર ભેગા થયા હતા અને ફટાકડા પણ ફોડ્યા હતા. ઘણા ચાહકો એવા શર્ટ પહેરીને આવ્યા હતા જેમાં વિજયનો ફોટો હતો. ફિલ્મનો પહેલો શો જોવા આવેલા ચાહકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. સામાન્ય રીતે આવો નજારો રજનીકાંતની ફિલ્મના રિલીઝ સમયે જોવા મળે છે.

'માસ્ટર'ની રીલીઝ થવાના આ સમયે આ વિશેષ પ્રસંગે થલાપતિ વિજયની ફેન ક્લબ દ્વારા વિજયના તમામ ચાહકોને માસ્ક, સેનિટાઇઝર, છોડનું વિતરણ પણ કરાયું હતું. થિયેટરની બહાર વિજયના ફોટોવાળી એક કેક પણ કાપવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application