વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના ભાગરૂપે એચ. જે. લાલ (બાબુભાઇ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૭૦૦ થી વધુ લોકોએ રોપાઓ મેળવી અનેરો ઉત્સાહ દર્શાવ્યો

  • June 07, 2021 01:08 PM 

વૃક્ષો–રોપાઓનું જતન માવજત કરનાર પર્યાવરણપ્રેમી નગરજનોનું ટ્રસ્ટ કરશે બહુમાન

જામનગરની સેવાકીય સંયસ્થાઓ હરીદાસ જીવણદાસ લાલ (બાબુભાઇ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જિતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી તદન નવા અભિગમ સાથે કરવામાં આવી હતી. જેમાં ૭૦૦થી પણ વધારે શહેરીજનોએ ઉત્સાહપૂર્વક વિવિધ વૃક્ષો અને છોડોના રોપાઓ મેળવી સાંપ્રત સમયમાં જે ગ્લોબલ વોર્મિંગનો સળગતો પ્રશ્ન છે તે અંગે જાગૃતતા કેળવી પર્યાવરણને બચાવવા વૃક્ષો છોડવાઓ વાવી તેનું જતન કરવા કટીબધ્ધતાનું અનેરું ઉદાહરણ પુરું પાડ્યું હતું.

આ તકે સવારે ૧૦-00 વાગ્યાથી શરૂ થયેલા આ રોપા વિતરણ કાર્યક્રમમાં શહેરના લોકો ઉમટી પડ્યા હતા અને વિવિધ વૃક્ષો જેમ કે લીમડો, સપ્તપદી, આસોપાલવ, દાડમી, સિતાફળી, તુલસી, મોગરો, ડોલર સહીત અનેક વૃક્ષો અને છોડના રોપાઓ મેળવ્યા હતા.

ઉપરોક્ત બંને ટ્રસ્ટ દ્વારા આ રોપા મેળવનાર દરેક લોકોના નામ સરનામા સહિતની તમામ વિગતો લઈ સમયાંતરે આખા વર્ષ દરમ્યાન આ વૃક્ષો, છોડવાઓના જતન અને માવજત અંગે વિગતો મેળવી વર્ષ પૂરું થયે શ્રેષ્ઠ માવજત કરનાર પર્યાવરણ પ્રેમી શહેરીજનોનું વિશિષ્ટ સન્માન કરવામાં આવશે. આ કાર્યમાં ભાગ લેનાર તમામ નાગરિકોને ટ્રસ્ટના ટ્રસ્ટી જીતુભાઈ લાલે બિરદાવ્યા હતા અને આભાર પણ વ્યક્ત કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS