જન્માષ્ટમી પર્વે દેવભૂમિ દ્વારકામાં પાંચ લાખ જેટલા શ્રદ્ધાળુઓએ પુણ્યનું ભાથું બાંધ્યું

  • September 12, 2023 12:16 PM 

તંત્રની જહેમતથી સુચારુ અને સફળ આયોજન કૃષ્ણ ભક્તોમાં આવકારદાયક બન્યું

ભગવાન શ્રીકૃષ્ણના જન્મ પર્વની દ્વારકામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દ્વારકામાં જન્માષ્ટમીની ઉજવણી પૂર્વે તંત્ર દ્વારા તમામ પાસાઓમાં કરવામાં આવેલા માઇક્રો પ્લાનિંગ તેમજ સુચારુ આયોજન સાથે હાથ ધરવામાં આવેલા બંદોબસ્ત વચ્ચે છ દિવસના સમયગાળા દરમિયાન પાંચ લાખ જેટલા શ્રદ્ધાળુઓ - ભાવિકોએ દ્વારકાની મુલાકાત લીધી લઈ, કૃષ્ણ ભક્તિ કરી હતી.

જન્માષ્ટમીના દિવસોમાં જાણવા મળતી વિગત મુજબ ગત મંગળવારે છઠ નિમિત્તે આશરે 16,000, બુધવારે સાતમના દિવસે આશરે 73,000, જ્યારે જન્માષ્ટમી નિમિત્તે એક દિવસમાં પોણા બે લાખ જેટલા શ્રદ્ધાળુઓએ ભગવાન શ્રી કૃષ્ણની ઝાંખી કરી, ધન્યતા અનુભવી હતી. આટલું જ નહીં. નોમના દિવસે શુક્રવારે આશરે 73,000, શનિવારે આશરે 1,03,000 તેમજ અગિયારસના રવિવારે આશરે 61,000 જેટલા દર્શનાર્થીઓ દ્વારકાની મુલાકાતે આવ્યા હતા. આમ, ગત મંગળવારથી રવિવાર સુધી પાંચ લાખ જેટલા દર્શનાર્થીઓએ દ્વારકાધીશ મંદિરની મુલાકાત લીધી હતી.

અહીં જિલ્લા કલેક્ટર અશોક શર્મા તથા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ મંદિર સુરક્ષાના મુખ્ય અધિકારી ડીવાયએસપી સમીર સારડા તેમજ તેમની ટીમ દ્વારા દિવસ-રાત એક કરીને દર્શનાર્થીઓલક્ષી અભિગમ દાખવી અને લોકો નિર્વિઘ્ને દર્શન કરી શકે તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. આ માટે એએસપી રાઘવ જૈન તથા દ્વારકાના પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા દ્વારા પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ગુજરાતમાં દર્શનાર્થીઓની મહત્તમ સંખ્યામાં પ્રથમ હરોળનું સ્થાન ધરાવતા દ્વારકામાં આ પર્વમાં કોઈ પણ પ્રકારની દુઘર્ટના કે અનિચ્છનીય બનાવ બન્યો નથી. જે વચ્ચે દર્શનાર્થીઓએ પણ તંત્રના આભારની લાગણી વ્યક્ત કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application