વસંતપંચમી અને વેલેન્ટાઈન ડે એક જ દિવસે હોવાથી ઉજવણી યાદગાર બની

  • February 14, 2024 05:56 PM 

આજે ૧૪ ફેબ્રુઆરીએ પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિનો સુભગ સમન્વય થયો છે.એટલે કે આજે બુધવારે મહા સુદ પાંચમના રોજ વસંતપંચમી છે અને વેલેન્ટાઈન ડે પણ છે.આથી લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા માટે જિલ્લાભરમાં સેંકડો લગ્નો યોજાયા છે.વરઘોડા મોટા પ્રમાણમાં નીકળ્યા હતા.આથી અનેક સ્થળોએ ટ્રાફિક જામ થયો હતો.જ્યારે વેલેન્ટાઈન ડે હોવાથી યુવા વર્ગ સહિત અનેક લોકોએ તેમના પ્રિય પાત્રો સમક્ષ તેમના પ્રેમનો એકરાર કર્યો હતો અને ચોકલેટ,ગુલાબ,કાર્ડ,કાંડા ઘડિયાળ,મેકઅપ કીટ વગેરેની ગિફ્ટ આપી હતી.વેલેન્ટાઈન ડે ના કારણે એક ગુલાબ રૂ. ૧૦માં વેચાયા હતા.આથી માળીઓને સારો તડાકો પડ્યો હતો.સાંજે રેસ્ટોરન્ટો માં લોકોની ભીડ જામશે.આમ,આજે બુધવારે વસંતપંચમી અને વેલેન્ટાઈન ડે એક જ દિવસે હોવાથી ઉજવણી યાદગાર બની હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application