મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા હંમેશા પોતાની સોશિયલ મીડિયા પોસ્ટને લઈને ચર્ચામાં રહે છે. આનંદ મહિન્દ્રા એવા લોકોને વધારે પ્રમોટ કરે છે, જે ઓછા સંસાધનોમાં પણ અપેક્ષા કરતા વધારે કરીને બતાવે છે. હાલ તેમણે એવી જ પોસ્ટ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે, જેમાં એક વ્યક્તિ પોતાની ઓટોરિક્ષાને એક આલીશાન ઘરમાં બદલી નાખે છે.
ચેન્નઈમાં રહેતા આ વ્યક્તિનું નામ અરૂણ પ્રભુ છે અને તેમણે પોતાની ઓટોને એક ઘરમાં ફેરવી નાંખી છે, જેમાં સામાન્ય ઘર જેવી બધી સુખ સુવિધાઓ છે. અરૂણ પ્રભુ નામના આ વ્યક્તિએ આ ઘર ફક્ત 1 લાખ રૂપિયાના ખર્ચમાં તૈયાર કર્યું છે. આ ઘરને ગમે ત્યાં લઈ જઈ શકાય છે.
એટલું જ નહીં પરંતુ આ ઘરની છત પર અરૂણે સોલાર પેનલ્સ પણ લગાવ્યા છે અને દેખીતી રીતે કેટલીક બેટરીઝ પણ રાખી છે, જેને આ મોબાઈલ ઘરમાં વિજળીની આપૂર્તિ કરવામાં આવી શકે, તે પણ વીજળીનું કનેક્શન લીધા વગર. ઘરમાં પાણી સ્ટોર કરવાની સુવિધા પણ છે, જેનાંથી પાણીની આપૂર્તિ પણ કરવામાં આવી શકે.
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230