BREAKING NEWS

બંગાળી વેપારી સાથે 35 લાખની છેતરપિંડી કરનાર કારીગર ઝડપાયો

  • October 08, 2025 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરમાં ઘરફોળ ચોરી વાહન ચોરી ચીલ ઝડપ, લૂંટ, છેતરપિંડી ના ગુનામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા કરેલા આદેશના પગલે સાઇબર ક્રાઇમ એસીપી ની સુચનાથી ટેકનિકલ સોર્સની મદદથી રાજકોટ ના સોની વેપારી સાથે બે વર્ષ પૂર્વે 35 લાખનું સોનુ ઓળવી જવાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.


સાઇબર ક્રાઇમ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ક્રાઈમ બ્રાન્ચ ના ડીસીપી જગદીશ બાંગરવાની સુચના સાયબર ક્રાઇમ પોલીસ મથકના એસીપી સી એમ પટેલ ના માર્ગદર્શન હેઠળ પીઆઇ જે.એમ કૈલાની રાહબરીમા વાયરલેસ પીઆઇ કે પી પટેલ પીઆઈ એનએચ નિમાવત સહિતની ટીમે ટેકનિકલ એનાલિસિસ ની મદદથી એ ડિવિઝન પોલીસ મથકના 2023ના છેતરપિંડીના ગુનાના આરોપીને સોનીબજાર વિસ્તારમાંથી ઝડપી લીધો હતો.


ઝડપાયેલા આરોપી સામે 27/ 5/ 2023ના એડમિશન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જેમાં શિવગંગા આભૂષણ નામની પેઢી ધરાવતા અલીપકુમાર દેઇ રહે કરણપરા, મૂળ પશ્ચિમ બંગાળ વાળાએ આરોપી સોના નું મજૂરીકામ કરતો હોય ગૌરાંગ મંડળ ઉંમર 32 રહે હાલ ભગવતી પરા મૂળ વેસ્ટ બંગાળ નું નામ આપ્યું હતું.


જેમાં ગૌરાંગને 4,791.56 ગ્રામ સોનુ દાગીના બનાવવા માટે આપ્યું હતું તે પૈકી 560.959 ગ્રામ ફાઈન સોનુ કિંમત રૂપિયા 35 લાખનું ઓળવી ભાગી ગયાની ફરિયાદ નોંધાવતા આરોપીને સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી એડમિશન પોલીસને સોપવા કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application