આ એક્ઝિબિશન વિશે માહિતી આપતા આ આર્ટ એક્ઝિબિશનના ક્યુરેટર શ્રદ્ધા રાયચુરાએ જણાવ્યું હતું કે આર્ટ ફીસ્ટા 2024 નું આયોજન લોકોમાં રહેલી સર્જનાત્મકતાને સેલિબ્રેટ કરવા માટે કરવામાં આવ્યું છે જે તારીખ 15 ડિસેમ્બર 2024 ના રોજ શરાઝા હોટલ કાલાવડ રોડ રાજકોટ ખાતે સવારે 9:00 વાગ્યાથી રાતે 09:00 વાગ્યા સુધી યોજાશે. જેમાં સમગ્ર ગુજરાતમાંથી ૧૦૦ કલાકારો ભાગ લેશે.
તેમણે વધુમાં જણાવતા કહ્યું હતું કે તેઓ પોતે બાળપણથી જ આર્ટમાં રસ ધરાવે છે માટે લોકોમા આર્ટ પ્રત્યે અવેરનેસ લાવવા આર્ટ ફીસ્ટાનુ આયોજન કરેલ છે. આયોજનમાં હેન્ડમેડ આર્ટ જેવા કે પેઇન્ટિંગ્સ રેઝિનઆર્ટ એક્રેલિક સ્પ્રિંગ આર્ટ, ક્રાફ્ટ ડેકોરેટિવ આઇટમ વોલપીસ હેન્ડમેડ જ્વેલરી વગેરે જેવી આર્ટની વસ્તુઓનું પ્રદર્શન લોકો નિહાળી શકશે. આ તમામ વસ્તુઓ ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી આવતા સો જેટલા કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી છે. તો કેટલાક મોડેલ ખાસ પ્રદર્શન માટે કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત તેમણે ઉમેર્યું હતું કે કલાએ કોઈપણ વ્યક્તિના મનમાં રહેલી સર્જનાત્મકતાને વ્યક્ત કરવાનો એક શ્રેષ્ઠ માધ્યમ છે. એક સમયે કલાને માત્ર શોખ પૂરતી મર્યાદિત રાખવામાં આવી હતી પરંતુ હાલમાં કલા આર્થિક ઉપાર્જન નો પણ એક સ્ત્રોત બન્યો છે. ગુજરાતમાં અનેક કલાકારો છે પરંતુ તેમને સ્ટેજ ન મળતા તેમની કલા પોતાના પૂરતી જ મર્યાદિત રહી ગઈ છે. આવા કલાકારોને એક સ્ટેજ પૂરું પાડીને પ્રોત્સાહિત કરવા માટે તેમણે આ આયોજન કરેલ છે. આ આર્ટ એક્ઝિબિશન દ્વારા લોકો માત્ર નિહાળશે જ નહીં જ પરંતુ માણશે પણ ખરા. ઉપરાંત લોકોનો કલામાં રસ પણ વધશે. જેથી ગુજરાતને વધુ કલાકારો મળશે.
આ સાથે આર્ટમાં રસ ધરાવતા લોકો માટે ખાસ વર્કશોપનો પણ આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપ પણ પ્રદર્શનના સમયગાળા મુજબ સંપૂર્ણ દિવસ ચાલશે. જેમાં લોકોને આર્ટના વિવિધ ક્ષેત્રો વિશે માહિતી આપવામાં આવશે અને સાથે શીખવાડવામાં ં પણ આવશે. લોકો હાથ બનાવટની વિવિધ વસ્તુઓ બનાવતા શીખી શકશે. આ ઉપરાંત આર્ટ વિથ વિશે વધુ માહિતી ન ધરાવતા લોકો તેને નજીકથી નિહાળી શકશે. જેના કારણે રાજકોટમાં આર્ટી ક્ષેત્રને બુસ્ટ મળશે અને કલાકારોને એક સ્ટેજ મળી રહેશે.
રાજકોટના પ્રખ્યાત આર્ટિસ્ટ ઈરફાન તબ્બાની અને અમદાવાદથી પમીલ ખત્રી
આ આર્ટ ફીસ્ટામા ખાસ હાજરી આપશે. આ ઉપરાંત આશરે 2500 થી પણ વધુ મુલાકાતિઓ આ આર્ટ એક્ઝિબિશનની મુલાકાત લેશે અને સૌથી વધુ આર્ટિસ્ટ ના આર્ટને નજીકથી નિહાળશે. આર્ટિસ્ટોને પ્રોત્સાહન આપવા તથા તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલા આર્ટ પીસને નિહાળવા માટે ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાન મંદિરો અને ગુરુદ્વારાના નવીનીકરણ માટે 1 અબજ ખર્ચશે
February 24, 2025 02:56 PMદિલ્હીની મહિલાઓને આ દિવસે મળશે ₹2500! CM રેખા ગુપ્તાએ આતિશીને આપ્યો જવાબ
February 24, 2025 02:29 PMજામનગરની જીજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ સાથે કરી બબાલ, દંપતી સામે ગુનો નોંધાયો
February 24, 2025 01:26 PMજામનગરમાં કચરા ગાડીમાં કેરણ ભરવાનું કારસ્તાન
February 24, 2025 01:22 PMજામનગરમાં સાઈકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું
February 24, 2025 01:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech