ક્રિસમસ ગિફટ: જૂનાગઢ સકકરબાગ ઝૂમાં રાજકોટથી સફેદ વાઘની જોડીનું આગમન

  • December 25, 2024 10:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
જૂનાગઢના નવાબી સમયના સકરબાગ ઝુમા એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ રાજકોટના પ્રદ્યુમન પાર્કને સિંહની એક જોડી ના બદલામાં બે સફેદ રોયલ બેંગલ ટાઇગર આપવામાં આવ્યા છે. બે વર્ષ બાદ સકરબાગમાં વાઘની જોડીનું આગમન થયું છે.

સકરબાગના નિયામક અક્ષય જોશીના જણાવ્યા મુજબ રાજકોટ પ્રદ્યુમન પાર્કમાંથી મળેલ બે સફેદ રોયલ બેંગોલ ટાઈગરમાં વાઘની ઉંમર પોણા ત્રણ વર્ષની છે જ્યારે વાઘણની ઉંમર અઢી વર્ષની છે. આ વાઘની જોડીના બદલામાં જૂનાગઢ ઝુમાથી એક સિંહણ અને એક સિંહ આપવામાં આવ્યા છે. બે વર્ષ પહેલા જૂનાગઢમાં વાઘની જોડી આવી હતી પરંતુ તેનું વયમયર્દિાના કારણે નિધન થયું હતું હવે ફરી એકવાર બેંગાલ ટાઇગરનું આગમન થયું છે જેથી લોકોને વાઘની જોડી નિહાળવા મળશે.
સફેદ વાઘ મુખ્યત્વે પશ્ચિમ બંગાળના સુંદરવન વિસ્તારમાં જોવા મળે છે સામાન્ય વાઘની જેવા જ જોવા મળતા આ પ્રકારના વાઘમાં મેલાનીન અભિરંજક ની ઉણપ હોવાથી સફેદ દેખાય છે. તેની આંખોનો કલર બ્લુ અને પગના પંજા નો કલર ગુલાબી હોય છે.
જુનાગઢ સક્કરબાગને જાણે કે ક્રીસમસ ગિફ્ટ મળી હોય તેમ બે વાઘ નું આગમન થયું છે અને નાતાલ પર્વ અંતર્ગત સકરબાગની મુલાકાતે પ્રવાસીઓને સફેદ વાઘ જોવા મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application