ધર્મોત્સવમાં સહભાગી થવા રઘુવંશી જ્ઞાતિજનોને આપીલ
વાંકાનેર તાલુકામાં અમદાવાદ હાઈ-વે પર નિર્માણાધિન શ્રી રામધામના આમંત્રણ અર્થે સંસ્થાના ટ્રસ્ટીઓનું ગઈકાલે સાંજે ખંભાળિયામાં આગમન થયું હતું.
ખંભાળિયામાં બેઠક રોડ ઉપર આવેલી નવી લોહાણા મહાજન વાડી ખાતે ઉપસ્થિત રહેલા રામધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ હસુભાઈ ભગદેવ, વિનુભાઈ કટારીયા તેમજ ગીરીશભાઈ કાનાબાર સાથે જોડાયેલા રાજકોટના અગ્રણી રાજુભાઈ જટાણીયા તેમજ તેમની ટીમ દ્વારા ખંભાળિયા રઘુવંશી જ્ઞાતિજનોની ખાસ મુલાકાત કરવામાં આવી હતી. આગામી તારીખ 16 ફેબ્રુઆરીથી 19 ફેબ્રુઆરી સુધી રામધામ ખાતે યોજવામાં આવેલા વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં અહીંના રઘુવંશી જ્ઞાતિજનોને ખાસ સહભાગી થવા તેમના દ્વારા અપીલ કરવામાં આવી હતી.
આ આયોજનમાં લોહાણા મહાજનના ટ્રસ્ટી દિનેશભાઈ દતાણી, ખંભાળિયા શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, કોર્પોરેટર જગુભાઈ રાયચુરા, હિતેશભાઈ ગોકાણી, એડવોકેટ જયેશભાઈ નથવાણી, તુલસીદાસભાઈ ભાયાણી, ધીરેનભાઈ બદીયાણી, યોગેશભાઈ મોટાણી, વિગેરે સાથે ખંભાળિયા તથા સલાયાના મોટી સંખ્યામાં જ્ઞાતિજનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ મ્યુનિસિપલ ઇજનેરોનું ગણિત પાકું કે બીજું જ કાંઈ? એન્યુઅલ એટલે ૧૮ મહિના લખ્યું
April 25, 2025 03:28 PMમાધાપરમાં ડ્રેનેજ સહિત ૧૧૭ કરોડના વિકાસકામ મંજુર
April 25, 2025 03:10 PMસ્ક્રેપના ધંધાર્થી સાથે બામણબોરમાં યુનિટ ધરાવનાર શખસની 13.04 લાખની ઠગાઈ
April 25, 2025 03:06 PMશેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ સાથે સેન્સેક્સમાં ૧૨૦૦ પોઈન્ટનો કડાકો
April 25, 2025 03:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech