લોકસભાની આગામી ચૂંટણીના અનુસંધાને રાજકોટ બેઠકના કેન્દ્રીય ચૂંટણી પંચના એકસપેન્ડિચર ઓબ્ઝર્વર તરીકે નિયુકત થયેલા ભુવનેશ્વરના ઇન્કમટેકસ કમિશનર માધબ ચદ્રં શર્મા આજે રાજકોટ આવી પહોંચ્યા હતા અને આવતાની સાથે જ નવી કલેકટર કચેરીમાં જિલ્લા કલેકટર પ્રભવ જોશી સહિતના અધિકારીઓ સાથે મીટીંગનું આયોજન કયુ હતું.
ફોર્મ ભરાઈ તે દિવસે ઉમેદવાર પાસેથી પ્રથમ વખત ખર્ચના હિસાબો લેવાના હોય છે અને ચૂંટણી પૂરી થાય ત્યાં સુધીમાં અલગ અલગ ત્રણ તબક્કે અને છેલ્લે મતગણતરી પછી ઉમેદવારોએ ખર્ચના હિસાબો રજૂ કરવાના હોય છે. આ સહિતની ખર્ચના હિસાબો નક્કી કરવા અને ઉમેદવારો દ્રારા કે પક્ષ દ્રારા રજૂ થાય ત્યારે તેમાં શું ચકાસણી કરવી તેનું માર્ગદર્શન ખર્ચ નિરીક્ષક દ્રારા આપવામાં આવ્યું હતું.
ચૂંટણી પચં દ્રારા ચા– પાણી, નાસ્તા, ભોજન, મંડપ, સ્ટેજ, ખુરશી, વિડીયોગ્રાફી, વાહન સહિતની જુદી જુદી ચીજ વસ્તુઓના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. યારે ઉમેદવાર દ્રારા ખર્ચના હિસાબો રજૂ કરવામાં આવે ત્યારે આ નિયત કરેલા ભાવ કરતા ઓછા ભાવ દર્શાવે તો પંચે નક્કી કરેલા ભાવ મુજબ ખર્ચની ગણતરી કરવા પણ સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. પ્રત્યેક ઉમેદવાર વધુમાં વધુ ૯૫ લાખની મર્યાદામાં ખર્ચ કરી શકે છે. યારે રાજકીય પક્ષ માટે ખર્ચની કોઈ મર્યાદા નથી. કયો ખર્ચ ઉમેદવારના ખાતામાં નાખવો અને કયો ખર્ચ પક્ષના ખાતામાં નાખવો તેનું માર્ગદર્શન પણ આ બેઠકમાં અપાયું હતું.
આગામી લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪ અન્વયે ઉમેદવારો દ્રારા કરવામાં આવેલા ખર્ચ પર દેખરેખ રાખવા માટે નિયુકત કરવામાં આવેલા ખર્ચ નિરીક્ષક તેમજ આસિસ્ટન્ટ એકસપેન્ડીચર ઓબ્ઝર્વર્સની બેઠક કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી.
આ મિટિંગના પ્રારંભે અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન. કે. મુછારે ઉપસ્થિત સૌને આવકાર્યા હતા.
જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીએ ચુંટણી પચં દ્રારા નિયુકત કરાયેલ એકસપેન્ડીચર ઓબ્ઝર્વર માધબચદ્રં મિશ્રાનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કયુ હતું અને રાજકોટ સંસદીય મતવિસ્તારની ભૌગોલિક માહિતી આપીને રાજકોટ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ્ર મોરબી અને પોરબંદર જિલ્લાના વિધાનસભા મતવિસ્તારો તથા તેમાં આવેલા મતદાન કેન્દ્રોની સંખ્યા અને મતદારોની સંખ્યા, જાતિગત દર, થર્ડ જેન્ડર મતદારો વગેરે વિશે માહિતી આપી હતી.
એકસપેન્ડીચર ઓબ્ઝર્વર મિશ્રાએ ચૂંટણી ફરજો માટે નિયુકત કરાયેલા વિવિધ સમિતિઓના નોડલ ઓફિસરો તેમજ ચુંટણી ફરજ સોંપાયેલ સ્ટાફ, તેમને અપાયેલ તાલીમો, ડી.પી.એ. એકટ હેઠળ દૂર કરાયેલ પ્રચાર સામગ્રી, સિ– વિજીલ તેમજ હેલ્પલાઇન પર આવેલ આચારસંહિતા ભંગની ફરિયાદો અને તેના નિવારણ અર્થે કરાયેલી કામગીરી, સુવિધા એપ અંતર્ગત ઉમેદવાર તેમજ પક્ષને વિવિધ મંજૂરીઓ આપવાની કામગીરી, કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટેની તૈયારી, સ્ટેટિક સર્વેવલન્સ ટીમની સંખ્યા અને સ્થળો તથા જ થયેલ હથિયારો, દા, નાર્કેાટિકસ સહિતના ગેરકાયદેસર સામાનની માહિતી, આવનાર સે.એ.પી.એફ. કંપનીઓ માટે તૈયાર કરાયેલ વિવિધ વ્યવસ્થા વગેરેની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. અને તમામ વિધાનસભા મતવિસ્તારોમાં થઈ રહેલ ખર્ચ નિરીક્ષણની કામગીરીની સબંધિત મદદનીશ ખર્ચ નિરીક્ષકો પાસેથી માહિતી મેળવી જરી સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં ખર્ચના નોડલ ઓફિસર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવનાથ ગવ્હાણે, ડેપ્યુટી મ્યુનિ. કમિશનર સ્વપિનલ ખરે, નિવાસી અધિક કલેકટર ચેતન ગાંધી, અધિક કલેકટર ઇલાબેન ચૌહાણ, ડી વાય.એસ પી. એસ. એસ. રઘુવંશી, જિલ્લા ઉધોગ કેન્દ્રના જનરલ મેનેજર કે. વી. મોરી, સંબંધિત અન્ય નોડલ ઓફિસરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક બાદ એકસપેન્ડીચર ઓબ્ઝર્વર તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી અને અન્ય અધિકારીએ સિ–વીજીલ અને ૧૯૫૦ હેલ્પલાઇન ડેસ્ક તેમજ એમ.સી.એમ.સી. કંટ્રોલમની મુલાકાત લીધી હતી.
ઉલ્લેખનીય છે કે, લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪માં સંભવિત ઉમેદવારો કે રાજકીય પક્ષો તરફથી ચૂંટણી સભા,રેલી વગેરેના આયોજન અનુસંધાને દરેક ઉમેદવાર ચૂંટણી આચાર સંહિતાનું પાલન કરે અને નિયત મર્યાદામાં ખર્ચ કરે તે સુનિશ્ચિત કરવા અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ન્યાયી વાતાવરણમાં યોજાય થાય તે હેતુથી ખર્ચ પર ચુંટણી તત્રં દ્રારા દેખરેખ રાખવામાં આવે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ, ગણતંત્ર દિવસે પંજાબમાં યોજવામાં આવી ટ્રેક્ટર માર્ચ
January 26, 2025 04:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech