ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં બી ઝેડ ફાઇનાન્સના નામે અલગ અલગ કંપનીઓ બનાવીને ઓફિસો શ કરીને રોકાણ પર બમણા વળતરની લાલચ આપીને પિયા છ હજાર કરોડનું મહાકૌભાંડ આચરનાર ભુપેન્દ્રસિંહ ઝાલાને ઝડપી લેવામાં અંતે સીઆઇડી ક્રાઇમને સફળતા મળી છે. ભુપેન્દ્રસિંહ ઝાલા છેલ્લ ાં એક મહિનાથી ફરાર હતો. તેને ઝડપી લેવા માટે પોલીસે ટેકનીકલ સર્વલન્સને આધારે મહેસાણા જિલ્લ ાના વિસનગર નજીક આવેલા દવાડા ગામના એક ફાર્મ હાઉસમાંથી તેની ધરપકડ કરતા હવે આ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા સામે આવયા છે.આજે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.તે પૂર્વે તેની મેડિકલ તપાસ કરવામા આવી હતી.
સીઆઇડી ક્રાઇમને હિંમતનગરમાં બીઝેડના નામે ચાલતા પોન્ઝી સ્કેમ અંગેની અરજી મળી હતી. જેના આધારે તપાસ કરતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જો કે પોલીસ ફરિયાદ નોંધીને ધરપકડ કરે તે પહેલા જ ભુપેન્દ્રસિંહ ઝાલા ફરાર થઇ ગયો હતો. આ દરમિયાન પોલીસે તેના મુખ્ય એજન્ટ મયુર દરજી સહિત અનેક એજન્ટોની ધરપકડ કરીને ભુપેેન્દ્રસિંહની ઝડપી લેવા માટે અન્ય રાયોમાં પણ તપાસ કરવાની સાથે લુક આઉટ નોટિસ પણ જાહેર કરી હતી.
બીજી તરફ ભુપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ થતા હવે તેની પુછપરછમાં અનેક ચોકાવનારી વિગતો સામે આવવાની શકયતા છે. કરોડો પિયાના કૌભાંડની રકમમાંથી તેણે હિંમતનગર સૌથી મોટી શૈક્ષણિક સંસ્થા ગ્રોમોરની ખરીદીની ડીલ કરી હતી.
હવે સીઆઈડી ક્રાઈમ ઝાલાની ધરપકડ બાદ તેની જોડાયેલ તમામ શંકાસ્પદ વ્યકિતઓ પર વધુ તપાસ કરાશે. આમાં રાજકીય નેતાઓના નામ પણ સામેલ થવાની શકયતા છે, કેમ કે ઝાલા જે ફાર્મ હાઉસ મા હતો તેના માલિકના સગાઓ રાજકીય નેતા છે
ભુપેન્દ્ર ઝાલાની ધરપકડથી કરોડો પિયાના આ કૌભાંડના વધુ કડીઓ ખુલશે એવી સંભાવના છે. સીઆઈડીની ટીમ હાલમાં શંકાસ્પદ સંપર્કવાળાઓ અને કૌભાંડની જાળ સાથે સંકળાયેલ અન્ય દસ્તાવેજો અને પુરાવાઓ શોધી રહી છે.
અત્યાર સુધી આ કૌભાંડમાં સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરીને ભાગેડુ ભૂપેન્દ્રસિંહ ઝાલાની .૧૦૦ કરોડની મિલકતો કબજે કરી હતી. અને તેની પાસેની .૯ કરોડની લકઝુરિયસ કાર પણ કબજે હતી. તેમજ સહઆરોપી દરજી પાસેથી બે કાર કબજે હતી. સીઆઇડી ક્રાઇમની .૩૬૦ કરોડના વ્યવહારો આવ્યા છે. આરોપી રાહત્પલ રાઠોડના બેંક ખાતામાં .૧૭.૪૦ લાખના વ્યવહારો મળ્યા હતાં. આરોપી સંજય પરમારના બેંક ખાતામાં .૧.૫૬ કરોડ અને .૬૦ લાખનું આંગડિયું મળી આવ્યું હતું. યારે આરોપી આશિક ભરથરીના બેંક ખાતામાં .૪૪.૯૮ લાખના વ્યવહારો મળ્યા હતાં. સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરેલા આરોપી મયૂર દરજી સહિતના ૭ આરોપીઓએ કરેલી જામીન અરજી ગ્રામ્ય કોર્ટે ફગાવી દીધી હતી.અત્રે ઉલ્લ ેખનીય છે કે, પોન્ઝી સ્કીમ ચલાવી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ લોકો પાસેથી અંદાજે ૬ હજાર કરોડ ખંખેરી લીધા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઝાલા માત્ર પૈસા કમાવવા જ નહીં પરંતુ રાજકીય અને સામાજિક ક્ષેત્રે પોતાનું નેટવર્ક બનાવી શકે તેવો પણ પ્રયાસ કરતો હતો. આ ધરપકડ બાદ આજે તેને કોર્ટમા રજુ કર્યા બાદ રિમાન્ડ મેળવી સમગ્ર પોન્ઝી કૌભાંડ માટે મહત્વપૂર્ણ પર્દાફાશ થશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech