બોલીવુડના જાણીતા એક્ટર સોનુ સૂદ વિરુદ્ધ પંજાબની કોર્ટે બિનજામીનપાત્ર અરેસ્ટ વોરંટ ઈસ્યુ કર્યો છે. આ વાતને લઈને ખળભળાટ મચી ગયો છે.
અભિનેતા સોનુ સૂદ વિરુદ્ધ પંજાબની એક કોર્ટે અરેસ્ટ વોરંટ ઈસ્યુ કર્યું છે. આ મામલો 10 લાખ રૂપિયાની છેતરપિંડી સંબંધિત છે. કોર્ટે સોનુ સૂદને આ મામલે જુબાની આપવા માટે નોટિસ ફટકારી હતી. પરંતુ કોર્ટમાં અભિનેતા સોનુ સુદ હાજર ન થતા કોર્ટે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી છે અને અરેસ્ટ વોરંટ જાહેર કર્યું છે. આ મામલે આગામી સુનાવણી 10 ફેબ્રુઆરીએ થશે.
પંજાબના લુધિયાણાની મેજિસ્ટ્રેટ રમણપ્રીત કૌરે બોલીવુડ એક્ટર સોનુ સૂદ વિરુદ્ધ વોરંટ ઈસ્યુ કર્યું છે. કોર્ટમાં વકીલ દ્વારા દસ લાખ રૂપિયાની છેતરપિંડીનો મામલો નોંધાવવામાં આવ્યો હતો જેમાં સોનુ સુદનું પણ નામ આવ્યું હતું. કોર્ટમાં વકીલ રાજેશ ખન્નાએ આરોપ લગાવ્યો હતો કે તેમને નકલી રિજિકા સિક્કામાં ઇન્વેસ્ટ કરવા માટે લાલચ આપવામાં આવી હતી. સાથે જ તેણે પોતાની ફરિયાદમાં અન્ય ગંભીર આરોપ પણ લગાવ્યા છે.
આ મામલે સોનુ સૂદને પણ જુબાની આપવા માટે કોર્ટમાં હાજર થવાનો આદેશ કરાયો હતો. પરંતુ વારંવાર નોટિસ ફટકાર્યા પછી પણ સોનુ સુદ કોર્ટમાં હાજર ન થતા તેમના વિરુદ્ધ બિનજામિન પાત્ર વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યું છે.
આ વોરંટ મુંબઈના અંધેરી વેસ્ટ સ્થિત ઓશિવારા પોલીસ સ્ટેશનને મોકલવામાં આવ્યું છે. જેમાં કહેવાયું છે કે અભિનેતાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવે. મહત્વનું છે કે સોનુ સૂદ પોતાના અભિનયની સાથે સેવા કાર્યો માટે પણ જાણીતો છે. ખાસ કરીને સોનુ સૂદે કોવિડ દરમ્યાન અનેક લોકોની મદદ કરી હતી અને આજે પણ તેઓ લોકોની મદદ કરે છે. લોકોની મદદ કરવા માટે સોનુ સૂદએ સુદ ચેરીટી ફાઉન્ડેશન શરુ કર્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech