ઇઝરાયેલના પીએમ નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કરાયું

  • November 22, 2024 11:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અંગે આંતરરાષ્ટ્ર્રીય કોર્ટે પીએમ બેન્જામિન નેતન્યાહત્પ અને ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન યોવ ગેલન્ટ બેન્જામિન ધરપકડ વોરટં બહાર પાડું છે તો બીજી તરફ ઇઝરાયેલે આંતરરાષ્ટ્ર્રીય કોર્ટ દ્રારા તેના નેતાઓ પર લગાવવામાં આવેલા આરોપોને ફગાવી દીધા છે. તેમનું કહેવું છે કે આવો નિર્ણય આંતરરાષ્ટ્ર્રીય કોર્ટ ના અધિકારક્ષેત્રમાં આવતો નથી. નેતન્યાહત્પએ પણ આ નિર્ણયની નિંદા કરી છે.
ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ એ ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહત્પ અને તેમના સંરક્ષણ પ્રધાન યોવ ગેલન્ટ સામે ધરપકડ વોરટં જારી કયુ છે. હેગ સ્થિત વિશ્વ અદાલતે ગાઝા અને લેબનોનમાં સંઘર્ષ દરમિયાન આચરવામાં આવેલા યુદ્ધ અપરાધો માટે ઇઝરાયેલના નેતાઓ સામે આ વોરટં જારી કયુ છે. ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે હમાસના લશ્કરી વડા મોહમ્મદ ડેઈફને યુદ્ધ અપરાધી ગણાવતા તેમની ધરપકડ કરવાનો આદેશ પણ આપ્યો છે. આંતરરાષ્ટ્ર્રીય કોર્ટએ નેતન્યાહત્પ અને ભૂતપૂર્વ ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાન યોવ ગેલન્ટ પર માનવતા વિદ્ધના ગુનાઓ, જેમાં હત્યા, ત્રાસ અને અમાનવીય કૃત્યોનો તેમજ યુદ્ધની પદ્ધતિ તરીકે ભૂખમરાનો યુદ્ધ અપરાધ કરવાનો ગંભીર આરોપ મૂકયો છે.બીજી તરફ ઇઝરાયેલે આંતરરાષ્ટ્ર્રીય કોર્ટ દ્રારા તેના નેતાઓ પર લગાવવામાં આવેલા આરોપોને ફગાવી દીધા છે. ઈઝરાયેલનું કહેવું છે કે આવો નિર્ણય આંતરરાષ્ટ્ર્રીય કોર્ટના અધિકારક્ષેત્રમાં આવતો નથી.

બેન્જામિન નેતન્યાહએ શું કહ્યું?
આંતરરાષ્ટ્ર્રીય કોર્ટના નિર્ણયના થોડા કલાકો બાદ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહએ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું કે હેગમાં ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસનો યહદી વિરોધી ચુકાદો એ આધુનિક ડ્રેફસ ટ્રાયલ છે અને તે એ જ રીતે સમા થશે, નેતન્યાહત્પએ ઉમેયુ, હવે હેગમાં ઇન્ટરનેશનલ કોર્ટ આફ જસ્ટિસમાં, ફ્રેન્ચ ન્યાયાધીશની આગેવાની હેઠળ, આ અત્યાચારી અપરાધનું પુનરાવર્તન થઈ રહ્યું છે. તે મારા પર છે, ઇઝરાયેલ રાયના લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા વડા પ્રધાન અને ભૂતપૂર્વ સંરક્ષણ. મંત્રી પર ઇરાદાપૂર્વક નાગરિકોને નિશાન બનાવવાનો ખોટો આરોપ છે યારે અમે નાગરિક જાનહાનિ ટાળવા માટે અમારી શકિતમાં બધું કરીએ છીએ. નેતન્યાહત્પએ આ દાવાને નકારી કાઢતા કહ્યું કે યારે ઈઝરાયેલે ગાઝાના નાગરિકોને ૭૦૦,૦૦૦ ટન ભોજન પીરસ્યું છે, ત્યારે આંતરરાષ્ટ્ર્રીય કોર્ટ તેમના પર લોકોને જાણી જોઈને ભૂખે મરવાનો ખોટો આરોપ લગાવી રહી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application